Viral video

પપ્પાએ પૂછ્યું કે, કાલે ભણવા જવાનુંને? નાના એવા ટાબરીયા એ એવો જવાબ આપ્યો કે, તમે હસવું નહીં રોંકી શકો, જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં બાળકોના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક નાનો ટાબરીયો એવી વાત કરે છે કે, તમે હસવું નહીં રોકી શકો.

ખરેખર આ વિડીયો તમને તમારા શાળાના દિવસોની યાદ અપાવશે. એક વાત તો સો ટકા સાચી છે કે, બાળપણના દિવસો જીવનમાં અબજો રૂપિયા ખર્ચીને પણ નથી મેળવી શકાતા. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે, નાનો એવો ટાબરીયો પાટીમાં એકડા ઘૂંટી રહ્યો છે.

આ જોઈને છોકરાના પપ્પા તેને પૂછે છે કે, કાલથી ભણવા જવાનુંને? ત્યાં જ બાળક પોતાના અંદાજમાં બોલે છે કે, ” મુઝે રોજ જાના હોંગા ” ખરેખર આ વીડિયો જોઈને ને હસવું આવશે કે, આ બાળક ખરેખર હોશિયાર છે. આવી સ્માર્ટનેસ તમે ક્યાંય નહીં જોઈ હોય.

આ વીડિયો હાલમાં સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે, સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક તરફ વેકેશન ખુલી ગયુ છે, ત્યારે એવામાં બાળકોને સ્કૂલ જવાનું મન ન થતું હોય અને આવા સમયમાં આ બાળક પોતાની વેદના કહે છે કે, મારે તો હવે રોજ ભણવા જવું જોશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!