Gujarat

ડાકોર રણછોડરાયજી ના મંદીરે જતા દરેક લોકો એક ભુલ જરુર કરે છે. જોજો તમે પણ આ ભુલ ના કરતા

ગુજરાત ખરેખર ધન્ય છે, કારણ કે જગતના નાથ શ્રી કૃષ્ણ ભગાવાને મથુરા છોડીને દ્વારકા નગરી વસાવી. માધવપુરમાં દેવી રુકમણિ સાથે લગ્ન કર્યા અને જૂનાગઢમાં દામોદરદાસ રુપે બીરાજમાન થયા અને રણછોડ કહેવાયા. ભક્તો બોડાણા ની ભક્તિ થી પ્રસન્ન થઈ દ્વારકાધીશ રણછોડ રૂપે બિરાજામાન થયા. આજે સ્વંય જગતના નાથ સાક્ષત બિરાજમાન છે. આ મંદિર આવતા ભક્તો ભાવથી દર્શન તો કરે છે પરંતુ એક ભૂલ કરી જાય છે. ત્યારે આજે આપણે જાણીશું એ ભૂલ વિશે પરતું એ પહેલાં મંદિર પૌરાણિક કથા જાણીએ.

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ.

તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ.

ફ્ક્ત એક રાત મા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવાર મા બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાન ના સ્પર્શથી લીમડા ની એક ડાળ મીઠી થઇ ગઇ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતી મા પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા.

દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

આ દિવ્ય મંદિરના સૌ દર્શન કરે છે પરંતુ ભક્તો એક વાતની મોટી ભૂલ કરે છે જે. આપણે સૌ જાણીએ છે કે ભગવાન નો પ્રસાદ એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને દર્શન બાદ પ્રસાદ અચૂક લઈ જઈએ છીએ. ભક્તો ડાકોરમાં તો આવે છે પરતું એક વાત નથી જાણતા. ડાકોર મદિરમાં રાણછોડ રાયજીને જે ભોગ ધરવામાં આવે છે એ જ ભોગ પ્રસાદ રૂપે નજીવા દરે ભક્તોને આપવામાં આવે છે. આ પ્રસાદ રણછોડ રાયજીને ધર્યા પછી ભકતો ને આપવામાં આવે છે.હવે મંદિર જાવ ત્યારે પ્રસાદ લેવાનું ચૂકશો નહિ. આ વાત તમારા સગા વ્હાલા ને જણાવો બ્લોગ શેર કરીને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!