તળાવ પાસે જમ્યા બાદ તળાવા ન્હાવા પડતા ત્રણ યુવકો ના મોત નીપજ્યાં
હાલમાં જ એક દુઃખ ઘટના બની છે જેમાં બે સગાભાઈ સહિત ત્રણ મિત્રોનું ડૂબી જવાથી દુઃખ નિધન થયું છે. ખરેખર આ ઘટના ખૂબ જ કરુણદાયક છે. જ્યાર થી આ ઘટના બની છે, પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. જીવનની મોજ જીવનનો અંતિમ પ્રસંગ બની રહી ગયો. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ઘટના શું ઘટી હતી.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, દહેગામના સાંપાથી મહમદપૂરા તરફ જતા પીપળીયા તળાવમાંશુક્રવારે રાતથી તળાવમાં ડૂબેલા મિત્રોની લાશ આજ સવારે તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. 35 વર્ષીય કુલદીપ અંબાલાલ પટેલ તેમજ તેનો ભાઈ યોગેશ, સંજય ગોવિંદભાઈ પટેલ, જગદીશ પટેલ તેમજ અન્ય બે મિત્રો મળી કુલ છ લોકો ગઈકાલે શુક્રવારે પીપળીયા તળાવ પાસે ગયા હતા. સંજય અને કુલદીપ તળાવમાં ન્હાવા પડ્યા હતા.
ડૂબવા લાગતાં યોગેશ પટેલ તેમને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. બનાવની જાણ થતાં રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. પરંતુ અંધારું હોવાથી ત્રણેયને શોધવા મુશ્કેલ ભર્યું હતું. જોકે, એક્ટિવા તેમજ ચંપલો તળાવ પાસે છૂટા છવાયા મળી આવ્યાં હતા.આ ઘટનાને પગલે આજે શનિવારે સવારે તરવૈયાની ટીમને બોલાવીને ફરી શોધખોળ શરૂ કરાઈ હતી.
ગામમાં વહેતી થયેલી ચર્ચાઓ મુજબ છ મિત્રો દારૂની મહેફિલ માણીને તળાવ પાસે અંધારામાં જમવા માટે આવ્યાં હતા. એ દરમિયાન બે મિત્રો ન્હાવા પડતાં સમગ્ર ઘટના ઘટી હતી. નશાની હાલતમાં સંજય પટેલ તેમજ કુલદિપ પટેલ ન્હાવવા પડ્યા હતા. જોકે, બન્ને પાણીમાંથી બહાર ન આવતા કુલદિપનો ભાઇ યોગેશ પટેલ બચાવવા માટે તળાવમાં કુદ્યો હતો. ત્યારબાદ ત્રણેય લાપતા થઇ ગયા હતા. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.