પત્ની એ ગળાંફાસો ખાઈ લીધો અને પતિ વિડીઓ ઉતારતો રહી ગયો ! ઘટના જાણી ધૃજી જશો

હાલ ના સમય મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે જેમા પરીવારીક અને પતિ પત્ની વચ્ચે ના નાના ઝઘડા મોટુ સ્વરપ ધારણ કરતા હોય છે અને અંત ઘણો દુખદ આવતો હોય છે ત્યારે હાલ જ એક હ્દય કંપાવે તેવી ઘટના સામે આવી જે જેમા એક પરિણીતા એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જેમા ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પત્ની ગળાંફાસો બાંધતી હોય તેવો વિડીઓ પણ સામે આવ્યો છે.

ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો ઘટના ઉત્તર પ્રદેશ ના કાનપુર ની છે જ્યા સંજીવ ગુપ્તા પત્ની શોભિતા સાથે ગુલમોહર વિહાર, નૌબસ્તામાં રહેતા હતા. બન્ને ના લગ્ન શોભિતાના લગ્ન 18 ફેબ્રુઆરી 2017ના રોજ સંજીવ ગુપ્તા સાથે થયા હતા. સંજીવની સાગર માર્કેટમાં મોબાઈલની દુકાન છે. જ્યારે દીવાળી ના પછી ના દીવસે આ ઘટના બની હતી જેમા શોભિતા એ આપઘાત કરી લીધો હતો.

આ ઘટના મા ચોંકાવનારી વાત એ છે કે જ્યારે શોભિતા તેના ગળામાં ફાંસો લગાવી રહી હતી ત્યારે પતિ તે જ રૂમમાં હતો. તે મોબાઈલથી વીડિયો બનાવતો હતો. પતિએ આ વીડિયો પત્નીના પરિવારના સભ્યોને મોકલ્યો હતો. વીડિયો જોઈને મહિલાના પરિવારજનો દોડતા ઘરે પહોંચ્યા હતા. ત્યાં તે બેડ પર બેભાન અવસ્થામાં પડેલી મળી. પરિવારજનો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટના અંગે વધુ મા જાણવા મળેલ કે ઘરમાં સસરા સુશીલ ગુપ્તા, સાસુ, જેઠ શિવમ અને જેઠાણી પણ રહે છે. મહિલાના માતા-પિતાએ પોલીસમાં દહેજ માટે ત્રાસ અને તેના સાસરિયાઓ દ્વારા આત્મહત્યા કરવા દબાણ કર્યાની ફરિયાદ આપી છે. પોલીસે આરોપી પતિને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ કરી રહી છે.

શોભિતા ના પતિએ પોલીસને જણાવ્યું કે સાસરિયાઓને વીડિયો મોકલતી વખતે તેણે તેમની દીકરીની હરકતો જોવા કહ્યું. સંજીવે એ પણ કહ્યું કે થોડા સમય પછી એ જ દિવસે બંને વચ્ચે ફરી ઝઘડો થયો. આ પછી શોભિતાએ રૂમમાં ફાંસી લગાવી લીધી. પતિએ પોલીસને એમ પણ જણાવ્યું કે તેને લાગ્યું કે પત્ની ધમકી આપી રહી છે અથવા ફાંસી આપવાનું નાટક કરી રહી છે. જોકે, થોડા સમય બાદ તેનું મોત થયું હતું.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *