આપણું મૃત્યુ થયા પછી પણ ચાર કલાક સુધી આપણી સાથે આવી ઘટના બને..
જ્યારે દેહ માંથી આત્મા વિલિન થઈ જાય ત્યારે માત્ર એક શરીર બની જાય એવું માનીએ છે પરંતુ તમે જાણો છો કે મૃત્યુ બાદ આપણે આસપાસ જીવંત હોઈએ છે.દરેક વ્યક્તિને જાણવાની ઈચ્છા થતી જ હોય છે કે તેના મૃત્યુ બાદ શું થતું હશે તો આજે અમેં જણાવીશું કે તમારા મુત્યુમાં ચાર કલાક સુધી શું થાય છે. પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યા છે.મૃત્યુના ચારથી પાંચ કલાક પહેલા પગના તળિયા ઠંડા પડવાની શરૂઆત થઈ જાય છે. જ્યારે મૃત્યુ થવાનું હોય છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે યમદૂત તેને લેવા માટે આવે છે. મૃત્યુ એટલે આત્માનું શરીર થી અલગ થવું. એકવાર જીવાદોરી કપાઈ જાય એટલે આત્મા શરીરમાંથી દૂર થઈ જાય છે.
શરીરની આત્મા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ બળ લગાડે છે. પરંતુ જે આત્મા શરીરમાં આખી જીંદગી રહી હોય તે આત્મા શરીર માંથી નીકળવાનું નામ લેતી નથી. મૃતદેહની બાજુમાં રહેલ વ્યક્તિને આ વાત અનુભવ થઈ શકે છે. જે સમયે મૃત્યુ થવાનું હોય તે સમયે આત્મા શરીર માંથી બહાર નીકળવાની કોશિશ કરે છે.
તમે જોયું હશે કે મૃત્યુ થયા પછી પણ શરીરમાં સહેજ હલનચલન જોવા મળે છે. મૃત્યુ બાદ પણ આત્મા તેની આજુબાજુમાં રહેતા લોકો સાથે વાતચીત કરવા માટે કોશિશ કરે છે. પરંતુ તે વાતચીત કરી શકતી નથી. મૃતદેહને તેની આજુબાજુ રહેલા વ્યક્તિઓનો અવાજ સંભળાય છે.આવી રીતે આપણે દરેક ઘટનાને મહેસુસ કરી શકીએ છે અને આજ ચમત્કાર છે.