Gujarat

પૂર્વ કોર્પોરેટર પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો, નાની ઉંમરે અનેક લોકકલ્યાણ કાર્યો કર્યા.

ઈશ્વર હજાર હાથવાળો છે, તેના હસ્તે માણસને જે આપવામાં આવે છે, તેમાં વ્યક્તિનો કોઈ હક્ક જ નથી હોતો. આપણું દેહ અને આત્મા પણ આપણી માલિકીની ક્યાં હોય છે ? બધું જ તેની હસ્તક છે, આપણે બસ તેના હાથની કથપુથલીઓ છીએ કે, તે જેમ રમાડે એમ આપણે રમી લેવાનું

 સમય આવે છે ત્યારે વ્યક્તિએ ખોરડું છોડીને ચાલ્યા જવાનો સમય આવે છે. આપણે અવારનવાર અનેક એક્સિડન્ટ તેમજ કોઈ અણબનાવનાં કિસ્સાઓ સાંભળતા જ આવ્યા છે, જેમાં ક્યારેક તો કોઈક ઘટના એવી કરુણ હોય છે કે આપણી આંખોમાંથી અશ્રુઓ વહી જાય છે.

આજે આપણે એક એવો જ કિસ્સા વિશે વાત કરવાની છે, જેમાં એક મા બાપે પોતાનો એક નો એક લાડકવાયો દીકરો ગુમાવી દિધો. લોકો દિકરો પ્રાપ્ત કરવા માટે અનેક દેવી દેવતાઓની માનતા કરે છે, ત્યારે ભગવાન તેમને દીકરો આપે છે, પરતું એજ દીકરો જ્યારે ભગવાન પાછો લઈ લે છે ત્યારે ખરેખર હૈયું દ્રવી ઉઠે છે.

ઉંઝા હાઇ-વે પર એક અકસ્માતની ઘટનામાં પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના પુત્રનું અવસાન થયું હોવાની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં પૂર્વ કોર્પોરેટરના દીકરાની કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. પરિવારના એકના એક દીકરાનું અવસાન થતા પૂર્વ કોર્પોરેટરના પરિવારના તમામ સભ્યો શોકમાં ગરકાવ થયા હતા. મૃતક તેની બહેનોનો એકનો એક ભાઇ હતો. 

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,  પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સીતારામ પટેલનો 25 વર્ષનો દીકરો ગઈકાલે સાંજે પોતાની સ્વિફ્ટ ગાડી લઈને ઉંઝા હાઇ-વે પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેને ગાડીના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

વિશ્વ પટેલ સીતારામ પટેલનો એકનો એક પુત્ર હતો. વિશ્વનું અકસ્માતની ઘટનામાં મોત થતા બંને બહેનો શોકમાં ગરકાવ થઇ ગઇ હતી. વિશ્વ પટેલ પાટીદાર એકતા સમિતિનો સક્રિય સભ્ય હતો અને તે કરિયાણાની દુકાન પણ ચલાવતો હતો વિશ્વ પટેલે ડિપ્લોમા સુધીનો અભ્યાસ કર્યો હતો અને પોતાનું જીવન તે સદકાર્યો અને લોકકલ્યાણનાં માર્ગે જ વિતાવતો હતો.ભગવાન તેની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!