જગન્નાથ દર્શન કરવા ગયેલ મિત્રોને કાળ ભરખી ગયો. ત્રણનું મોત થયું જ્યારે એક મિત્રનો ચમત્કારી બચાવ.

આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે રોડ અકસ્માતનાં બનાવો બને છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, પેથાપુર રહેતા 3 મિત્રના ઓરીસ્સાના ખુર્દા જિલ્લામાં અકસ્માતમાં મોત થયું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મિત્રો શનિવારે રાત્રે ઓરીસ્સામાં આવેલા જગન્નાથ પુરી દર્શનાર્થે ગયા હતા અને બુધવારે પરત આવી રહ્યા હતા.

બનાવ એવો બન્યો કે રાત્રે 2 વાગ્યે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. આ દુઃખદ ઘટના માં જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો. તપાસ દ્વારા જાણવા મળ્યું કે, પેથાપુર ગામમાં રહેતા 4 મિત્ર જયેશભાઈ જશવંતભાઈ પરમાર (37), કિરણકુમાર પ્રવીણચન્દ્ર મહેતા (65), રસિકભાઈ સોમનાથભાઈ મિસ્ત્રી (50) અને મહેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહ ડાભી (33) 29 ઓક્ટોબરે રાત્રે આઇ20 કાર લઈને ઓરીસ્સામાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા નીકળ્યા હતા.

તમામ મિત્રો દર્શન કરીને બુધવારે સવારે કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખુર્દા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં બનાવસ્થળે કારમાં સવાર જયેશભાઈ પરમાર, કિરણકુમાર મહેતા, રસિકભાઈ મિસ્ત્રીનું મોત થયું હતું.અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય મિત્રો કારમાં મોતને ભેટ્યા હતા. કારના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. કારમાં સવાર મહેન્દ્રસિંહ ડાભીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં મહેન્દ્રસિંહને પગે ફ્રેક્ચર થતાં ત્યાંની હૉસ્પિટલમાં સારવાર કરવામા આવી હતી.

અકસ્માતથી સમગ્ર પેથાપુર શહેરમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. કિરણકુમાર મહેતા ગામમાં અનેક સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતા હતા જયેશભાઈ પરમાર નગરપાલિકામાં નોકરી કરતા હોવાથી ગ્રામજનો સાથે સીધો સંપર્ક ધરાવતા હતા અને રસિકભાઈ મિસ્ત્રીકામ કરતા હતા. પેથાપુરમાંથી મૃતકના સગાસબંધીઓ બુધવારે બપોરે હવાઈ માર્ગે સ્વજનોના મૃતદેહ લેવા નીકળી ગયા હતા, જે પેથાપુરમાં આવ્યા બાદ અંતિમક્રિયા કરવામાં આવશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *