Gujarat

કાર એક્ટિવાને ટક્કર મારતા માતા-દીકરીનું થયું નિધન, પુત્રનો આબાદ રીતે બચાવ! એક વર્ષ પહેલાં પિતાનું મુત્યુ થયું હતું, જ્યારે દીકરી UPSC તૈયારી ચાલુ હતી..

હાલમાં અનેક પરિસ્થિતિ એવી સર્જાય રહી છે કે, અકસ્તમાતનાં ખૂબ જ બનાવ બની રહ્યા છે. ત્યારે હાલમાં જ માતા પુત્રી નું દુઃખ દ નિધન થયેલું. ત્યારે પરિવારજનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયુ હતું. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,ગાધીનગરનાં સર્કલથી 500 મીટર દૂર ધોળાકૂવાનાં કટ પાસે કિયા કારના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી એક્ટિવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેમાં એક્ટિવા સવાર માતા-દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનામાં પુત્ર બચી ગયો હતો પરંતુ માતા દીકરીનો જીવ ગયો. આ ઘટના ની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી ચાલું કરી હતી.ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, શાહીબાગ ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમરઃ 47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ એક્ટીવા લઈને તેમના સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા.. કારનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો.

અકસ્માત કરનાર કિયા ગાડી હતી. હાલમાં ઈન્ફોસિટી પોલીસ સ્થળ પર પહોંચી મૃતકના પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી છે.
યોગિનીબેનનાં પતિનું આશરે એક વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.પિતાના મોત બાદ UPSCની તૈયારી કરતી દીકરી સહિત માતાનું મોત થતા પુત્ર અનાથ બન્યો છે.યોગીની બેન નિવૃત આજીપી એકે પંડ્યાના સાળી હતા.તેમની પુત્રી જૈમિનિ હાલ UPSCની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી.

જન્માષ્ટમીનો તહેવાર તેમજ જૈમિનિના પરીક્ષાનું મટિરિયલ લેવાનું હોવાથી ગાંધીનગરમાં રહેતા ફોઇનાં ઘરે માતા યોગિનીબેન તેમજ ભાઈ રાહુલ સાથે એક્ટિવા લઈને આવી હતી અને રાત્રીના સમયે માતા-દીકરી અને ભાઈ ઘરે પરત જઈ રહ્યા હતા અને આ ઘટના ઘટી ગઈ. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!