સાણંદનાં પ્રજા વાત્સલ્ય રાજા જયશિવજીસિંહ પંચમહાભુતોમાં વિલિન..! હાર્ટ અટેક થી થયું નિધન..

હાલમાં જ અનેક મહાનુભાવો નું નિધન થયું છે અને એમાં પણ 2020માં તો આપણે અનેક સંતો, મહંતો અને રાજનેતા અને મહાનુભાવો વ્યક્તિઓને ગુમાવ્યા છે, ત્યારે ફરી એકવાર ખૂબ જ દુઃખ સમાચાર સામે આવ્યા છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સાણંદ સ્ટેટના રાજા જયશિવસિંહજીનું ગઈકાલે હાર્ટ એટેકનાકારણે નિધન થયા આજરોજ રવિવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.  આ અંતિમ યાત્રામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ખરેખર મહરાજસિંહજીના નિધન થી સમગ્ર પંથકમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે, દરેક વ્યક્તિએ જાને પોતાનો પરિવારનો સભ્ય ગુમાવ્યો હોય એવી રીતે ધ્રુસકે હ્દય કંપી ઉઠ્યું હતું.
તેમની વિદાય થી જાણે ખૂબ જ આધાર લાગ્યો હોય એવું લાગી રહ્યું છે.આ જ કારણે સાણંદમાં લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો હતો. મહારાજા જયશિવસિંહજીના નિધન બાદ તેમની અંતિમ વિધિ પહેલા પારંપરિક રિવાજ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે કુંવર ધ્રુવરાજસિંહજીનું રાજતિલક કરવામાં આવ્યું.

વાત જાણે એમ છે કે, આજ રોજરાજા જયશિવસિંહજીના નિધન બાદ અંતિમ વિધિ રાજવી પરિવારના સ્મશાન ગૃહમાં  કરવામાં આવી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ ખૂબ જ પ્રજાવત્સવ હતા અને તેમનું જીવન સદાય ને લોક સેવામાં અર્થે સમર્પિત રહ્યા હતા. જયશિવસિંહજીનો જન્મ 1966માં થયો હતો.મહારાજા જયશિવસિંહજીનું બાળપણ માઉન્ટ આબુમાં વીત્યું હતું. પ્રાથમિક સુધીનો અભ્યાસ માઉન્ટ આબુમાં જ કર્યો હતો.

માઉન્ટ આબુથી કિશોર અવસ્થામાં રાજકોટ ગયા કોલેજનો અભ્યાસ અજમેરની મેયો કોલેજમાં કર્યો હતો હતો તેમણે સ્પોર્ટસમાં તેઓને સૌથી વધુ રુચિ હતી. અને શૂટિંગમાં તેઓએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.એરો મોડલિંગનો પણ શોખ ધરાવતા હતા. તેમજ બાઈક રેસિંગનો પણ શોખ ધરાવતા હતા. પારંપરિક સંગીતનો શોખ અને જાણકારી ધરાવતા હતા. તેઓના દાદા જયવંતસિંહજીના શાસ્ત્રીય સંગીતના વારસાને સ્વ. જયશિવસિંહજીએ આગળ વધાર્યો હતો.

સાણંદનો રાજવી પરિવાર મહાકાળી માતાજીનો ઉપાશક છે, સ્વ. જયશિવસિંહજી પણ મહાકાળીના ઉપાશક હતા. છેલ્લા 700 વર્ષથી સાણંદના દરબારગઢમાં મહાકાળી માતાજીની અખંડ જ્યોત છે.ખરેખર આજ રોજ મહારાજ શ્રીના નિધન થી સાણદ શહેર ની જાણે જ્યોત બુઝાઈ ગઈ. તેમના નિધન થી ખૂબ જ મોટી ખોટ વર્તાશે. ત્યારે ખરેખર તેમના નિધન થી એક સર્વચ્ય પદ ધરાવના અને પ્રતિષ્ઠવાન વ્યક્તિને ગુમાવ્યા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે. તેમની અંતિમ યાત્રામાં ગુજરાતનાં અનેક રાજનેતા ઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *