સાંવરકુંડલા મા બેકાબુ ટ્રક ઝુપડા મા સુતા લોકો પર ચડી જતા 8 લોકો ના મોત થયા, મુખ્યમંત્રીએ….
ગુજરાત તેમજ અન્ય શહેરોમાં નાના મોટા અકસ્માતના બનાવો બનતા જ હોય છે, આ વાત થી તો આપણે સૌ કોઈ વાકેફ છીએ પરંતુ જ્યારે મુખ્યમંત્રી શ્રી સ્વંય પોતે આ અકસ્તમાત વિશે જાહેર કરે અને તેમમાં પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે એ સૌથી મોટી વાત છે, અને હાલમાં જ ગઈ રાત્રે એક ભયંકર અકસ્તમાત સર્જાયો જેમાં 8 લોકો નું તો ઘટના સ્થળે જ મુત્યુ થયુ અને એનાથી વધારે 12 લોકોને ઇજા પહોંચી છે.
આ દુઃખ ભર્યા સમાચાર અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામનાં છે,જ્યાં અડધી રાત્રે એવો બનાવ બન્યો કે જેમાં સામાન્ય અને નિર્દોશ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ તો ઘેર નિદ્રા માં હતા એમને ક્યાં ખબર જ હતી કે, આજે મીંચેલી આંખલડી સદાય માટે મીંચાઈ જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ ઝૂંપડાં તરફ ધસી ગઈ હતી અને ત્યાર બાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. તમામ મરણજનારને પી.એમ. માટે તથા ઇજા પામનારને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને મોડિફાઇડ ક્રેનના ચાલક ડ્રાયવર પોલીસ કસ્ટડીમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.
આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.