ઝેરીલો હોવા છતાં આયુર્વેદિક રીતે ધતુરો લાભદાયી, અનેક બીમારી મટાડે.
ધતુરાનું નામ આવતાની સાથે જ શિવજી યાદ આવી જાય કારણ કે, ધતુરો ખૂબ જ ઝેરીલો છે અને આ ધતુરો મહાદેવને અતિ પ્રિય છે. તમને જાણીને નવાઈ લગાશે કે ધતૂરો સ્વાસ્થય માટે એટલો જ લાભદાયક છે. ચાલો ત્યારે જાણીએ કે, ધતુરો આરોગ્યની દ્રષ્ટિએ કેટલો લાભદાયક છે.
દમ-શ્વાસના દર્દીને જેમણે દુઃખી થતાં જોયા હોય તેમને જ ખ્યાલ આવે છે .એવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયા નો ટેકો લઈને બેસી રહેવું પડે .ઉધરસ આવે પણ કફ છૂટો ન પડે પસીનો લાગે .ગભરામણ થાય, હાથ-પગ ઠંડા પડી જાય, ફેફસામાં કફનો અવાજ ચાલુ થઈ જાય . સૂવાનું મન તો થાય પણ સુવા જાય તો સાથે તકલીફ વધી જાય. ઉધરસ સાથે ક્યારેક કફ છૂટો પડે તો થોડી રાહત થાય, આવી સ્થિતિમાં દર્દી પોતે અને દર્દી પ્રત્યે પ્રેમ રાખતા તમામ લોકો કોઈક એવા જ ઉપચારની શોધમાં હોય છે જે તત્કાળ રાહતનો અનુભવ આપે . ધતુરો એ શ્વાસ રોગ નો એક આવું જ અસરકારક ઔષધ છે.
ધતુરા ના છોડ પર કાંટા વાળા ફળ બેસે ત્યારે લીલા લાવી તેની અંદર ના બીજ કાઢી નાખવા .એ પછી સમાંય તેટલું હળદર નું ચૂર્ણ ભરી એક નાની માટલી માં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યારબાદ કપડાં પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું . ગેસ પર ચાર-પાંચ કલાક સુધી આ માટલીનેતાપ આપો એ પછી માટીનું મો ખોલી કે કોલસા જેવો કાળો ભાગ બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.