Gujarat

અમદાવાદના ધવલ તન્નાએ એવી સુપર કાર બનાવી કે તમે વિદેશી કાર ભૂલશો ! કરોડોમાં બનતી કાર સાવ આટલા ખર્ચે તૈયાર કરી..જુઓ

મિત્રો કહેવાય છે ને કે જો તમારે કાંઈક કરવાની ધગશ હોય તો તમે તમારી મેહનતથી કાંઈ પણ કરી શકો છો આમ તો તમને ખબર જ હશે કે આપણા દેશની અંદર અનેક એવા યુવાનો છે જે પોતાની ક્રિએટિવિટીને લીધે ખુબ પ્રખ્યાત છે. એવામાં તમને ખબર જ હશે કે હાલ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ કારનો ખુબ શોખ હોય છે, એમાં જો સુપર કારના શોખીન તો ઘણા લોકો હોય છે પરંતુ તેની કિંમત ખુબ વધારે હોય છે, આજના આ લેખના માધ્યમથી અમે ગુજરાતના એક એવા યુવાન વિશે જણાવાના છીએ જેણે પોતાની મેહનતથી સામાન્ય કારણે સુપર કાર બનાવી દીધી છે.

આ યુવક બીજો કોઈ નહીં પરંતુ ધવલ તન્ના છે, જે અમદવાદ શહેરના બાવળાનો વતની છે, જો તમે સોશિયલ મીડિયા યુઝર કરતા હશો તો તમને ખબર જ હશે ધવલભાઈ વિશે. હાલ તેઓની યુટ્યુબ ચેનલ પર 6 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે જયારે ઇન્સ્ટાગ્રામમાં પણ 2 લાખ જેટલા ફોલોવર્સ છે. ધવલભાઈ પોતાની યુટ્યુબ ચેનલમાં અવારનવાર બાઈક મોડીફિકેશનના વિડીયો અપલોડ કરતા જ રહે છે જેને લોકો દ્વારા પણ ખુબ પ્રેમ આપવામાં આવે છે.

એવામાં હવે ધવલભાઈ લેમ્બોર્ગીની ટેરઝો પોતાની જાતે બનાવી છે, ખરેખર આ એક ખુબ મોટી ઉપલબ્ધી કહેવાય કારણ કે વિદેશમાં બનતી આવી સુપરકારો ધવલભાઈએ જાતે જ બનાવી, આ કાર બનાવામાં પણ તેઓએ ખુબ વધારે મેહનત કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 જુલાઈ માસની અંદર આ લેમ્બોર્ગીની ટેરઝો કાર બનાવાની શરૂઆત કરી હતી જે બાદ વર્ષ 2023 જુલાઈની અંદર આ કાર તૈયાર થઇ ચુકી હતી જેનો લુક જોઈને સૌ કોઈ અચંબિત જ રહી ગયું હતું.

ધવલ તન્નાના અભ્યાસ વિશે જો વાત કરવામાં આવે તો તેઓ ધોરણ 10 પાસ બાદ ITI મલ્ટીમીડિયાનો કોર્સ કર્યો હતો, તમને જાણતા નવાય લાગશે કે honda civic કારમાંથી લેમ્બોર્ગીની ટેરઝો બનાવી દીધી હતી. 20 કરોડ રૂપિયાના કિંમતની લેમ્બોરગીની ટેરઝો ધવલ તન્નાએ ફક્ત 12 લાખ રૂપિયાના ખર્ચમાં તૈયાર કરી નાખી હતી.

ધવલ તન્ના પેહલા બાઇકના મૉડિફિકેશન કરતો હતો, જે બાદ તેની પ્રસિદ્ધિ વધી હતી અને તેણે પોતાની વિચારધારા આગળ વધારતા લેમ્બોર્ગીની ટેરઝો બનવાનું નક્કી કર્યું હતું.જે સફળ રીતે એક વર્ષની અંદર બની ગઈ હતી,આ કાર જોયા બાદ તમને વિશ્વાસ જ નહીં થાય કે આ કાર મોડીફાય કરેલી છે.ધવલે વર્ષ 2014 માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી જેમાં તે બાઈક મોડિફિકેશનના વિડીયો શેર કરતો ધીરે ધીરે કર ધવલ તન્નાની પ્રસિદ્ધિ વધતા લોકો તેને ઓળખતા થયા હતા. આ સુપરકાર બનાવતા ધવલ હાલ ખુબ પ્રસિદ્ધ થઇ ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!