ધૈર્યા હત્યાકાંડ મા થયો મોટો ખુલાસો ! વધુ બે આરોપીઓ ની થઈ ધરપકડ…જાણો કોણ કોણ

નવરાત્રીના શુભ અવસરે જ એક પિતા એ પોતાની જીવતી જાગતી દીકરીની બલી ચઢાવી દીધી. આ ઘટનાએ સૌ કોઈનું હૈયું કંપાવી દીધું હતું. માત્ર એક તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપીને બલી ચડાવતા ચકચાર મચી હતી અને પોલીસે કડક કાર્યવાહી હાથધરી હતી. હાલ ધૈર્યા હત્યાકાંડમાં પોલીસની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

બાળકીના પિતા અને મોટા પપ્પા બાદ પરિવારના વધુ બે આરોપીઓ હત્યાકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, બાળકીના દાદા ગોપાલ જેરામ અકબરી પુરાવાનો નાશ કરવામાં આરોપી બન્યો હતો. બાળકીની સગી ફઈ હત્યાકાંડ પાછળ પ્રેરણા આપનારી બની હતી.પોલીસે પરિવારના વધુ સભ્યોની પૂછપરછ કરતા બાળકીના હત્યાકાંડમાં તેના જ દાદા અને ફઈની ધરપકડ કરી છે.

હજુ આ હત્યાકાંડમાં પોલીસ વધુ પુછપરછ શરૂ રાખે તો બાળકીના પરિવારજનોમાં હજુ હત્યાના મદદગારો સામેલ હોવાની પંથકમાં ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, પોલીસ પૂછપરછમાં બાળકીના પિતાએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો. બાળકીના પિતા સહિત કેટલાક શખ્સોની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.હત્યારા પિતા ભાવેશ અકબરીએ પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. ત્યારે ધૈર્યા હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી પિતાએ નરપિશાચ બની વળગાડ કાઢવા માટે પુત્રી પર સતત 7 દિવસ અમાનુશી અત્યાચાર આચાર્યો હોવાનું સામે આવ્યું હતું.

મૃતક ધૈર્યાની લાશને પ્લાસ્ટિકમાં વીંટી ગોદડા તથા બ્લેન્કેટ નાંખી લાશને ફોર વ્હીલરની ડેકીમાં મુકી સ્મશાન ગૃહ લઈ ગયેલા અને દીકરીને ચેપી રોગ થયો છે તેવી વાત કરી બારોબાર સ્મશાને લઈ જઈ તેની અંતિમ વિધિ કરી હતી. આમ, કોઈને ખબર ન પડે તે માટે તમામ પુરાવાનો નાશ કર્યો હતો.  કાતિલ પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખેલી.

. તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં આ હત્યાનો મુખ્ય આરોપી પણ સામેં આવી જશે કારણ કે સૌથી મોટો સવાલ એ છે કે, કોના કહેવાથી આ તાંત્રિક વિધિઓ શરૂ થઈ હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *