સાસરિયામાં તમારી દીકરી સુખી જોવા માંગતા હોય એ દરેક માતા પિતાને આ વાત જાણવી જોઈએ.
આજના સમયમાં દરેક માતાપિતાની આશા હોય છે કે, તેમની લાડકી દીકરીને સુખી સંપત્તિવાન સાસરું મળી જાય તેમજ એક ખૂબ જ પ્રેમાળ અને ગુણવાન પતિ મળે. ખરેખર આ જરૂરી પણ છે, કારણ કે એક દીકરી પોતાના માતા પિતાનું ઘર છોડીને બીજા ઘરે જાય છે ત્યાર પછી એક દીકરી માતા પિતા માટે પારકી થાપણ બની જાય છે. ત્યારે આ જે અમે આપને એવી વાત જમાવીશું જેનાથી તમે જાણી શકશો કે તમારી દીકરી સાસરિયા સુખી છે કે નહીં.
આજે અમે આપને જે સંદેશ આપવા જઇ રહ્યા છે એ ખૂબ જ પ્રેરણા દાયી રહેશે.એક દિકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે ! સાસરે જઇશ તો શું તે બધા મને દિકરીની જેમ રાખશે ?તો તેના પિતાએ બહુ જ સરસ જવાબ આપ્યો…બેટા તું અહીંયા તો દીકરી છે પરંતુ સાસરા નાં ઘરે ગયા પછી તારે પત્ની,દિકરી, મા, ભાભી,જેઠાણી કે પછી દેરાણી ની ભૂમિકા નિભાવી પડશે.
અમે તો તને માત્ર વિસ વરસ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી . જ્યારે તારું સાસરું તો તારા જીવન ના અંત સુધી નું ઘર છે. જીવનમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે. પિયર ઘેલી ના થતી અમે મમ્મીનુ ક્યારેય ના સાંભળતી. એક વાત સત્ય છે લગ્ન પછી મા એ પોતાની દીકરી ને સારી શીખામણ આપવી જોઈએ અને તેના જીવન એવી શીખ ન આપવી જોઈએ કે, ઘરમાં કંકાશ આવે.આજના સમયમાં દરેક દીકરીઓ આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.
એકવાર મંડપમાં કન્યાદાન થયા પછી દીકરીઓ પિતા માટે પારકી બની જાય છે. વ્હાલ કોળ થી ઉછરેલી દીકરી એક જ પળમાં પારકી બનાવી કેટલું કઠોર હૃદય હશે.ખરેખર આજના સમયમાં દીકરી ને સુખી જીવન માટે મનોકામનાઓ દરેક માતા પિતાની છે, ત્યારે માતાપિતા એ ધ્યાન રાખવું જોઈએ કે, તેમની દીકરી જીવન સાથી અમે ઘર ખૂબ જ સમજી વિચારીને પસંદ કરવું અને કયારેક માત્ર પૈસા જોઈને કે રૂપ જોઈને દીકરી ન પરણાવી જોઈએ અને આ નિર્યણ જીવન ભરનો હોય છે. અને દીકરી સુખી એજ દરેક માતા પિતાની ઈચ્છા રહે છે.