ફિઝિયોથેરાપિસ્ટ, સીએ ,એન્જિનિયર યુવાન અને સગા ભાઈ બહેન એક સાથે દીક્ષા લેશે.
જૈનધર્મ માં દીક્ષાનું ખુબ જ અનેરું મહત્વ છે. જીવનના સુખ-વૈભવ છોડીને વૈરાગ્યના માર્ગે ચાલવા તૈયાર થઇ જાય છે. બાળકોથી લઇને વડીલો પણ ભગવાન વીર પ્રભુના ચરણે સમર્પિત થવા દીક્ષાગ્રહણ કરે છે. ખાસ કરીને સુરત શહેરમાં સૌથી વધુ પ્રમાણમાં જૈન સંપ્રદાયમા દીક્ષા લેવામાં આવે છે. ત્યારે હાલમાં જ ફિઝિયોથેરાપિસ્ટ, સીએ ,એન્જિનિયર યુવાન અને સગા ભાઈ બહેન એક સાથે દીક્ષા લેશે.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, સૂરીશાન્તિના ચરમપટ્ટધર જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાર્ષિક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે 5 દિવસનો જિન સંગમ ઉત્સવ યોજાયો છે, જેમાં બુધવારે ભવ્ય ગુણાનુવાદ અને મહાપૂજા થશે તેમજ છેલ્લા દિવસે શુક્રવારે 54થી વધુ મુમુક્ષુઓને દીક્ષાના મુહૂર્ત અપાશે અને તમને જાણીને નવાઈ લાગશે.
આજના સમયમાં યુવાનો સંયમ ના માર્ગે ચાલી રહ્યા છે તે સૌથી મોટી વાત છે અને ખરેખર જીવનમાં સુખ અને વૈભવ છોડવું શક્ય નથી ત્યારે આ દીક્ષા સમારોહની ખાસ વાત એ છે કે એમાં 7 વર્ષથી લઈ 70 વર્ષ સુધીના લોકો સંયમ માર્ગે જવા માટે દીક્ષાનું મુહૂર્ત ગ્રહણ કરશે. સુરતના 21 વર્ષના મહિલા ફિઝિયોથેરાપિસ્ટ પણ ભૌતિક સુખ ત્યાગ કરી સંયમના માર્ગે જશે. એન્જિનિયર યુવાન તેમજ 33 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી ચૂકેલા 55 વર્ષના સીએ પણ સંયમના માર્ગે જશે.
એમ પણ સગાં ભાઈ-બહેનની સાથે સાથે 5થી 6 એવા પરિવાર પણ છે, આખું પરિવાર સુખ સુવિધાઓ અને ભૌતિક સુવિધાઓ નો ત્યાગ કરીનથે સંયમના માર્ગે ચાલી નીકળશે. આ પ્રસંગે આ. દીક્ષા લેનાર ઉત્તમ માણસ બની બીજાઓને પણ સારા રસ્તે લઈ જાય છે. ટેક્નોલોજીને કારણે લોકો દુનિયાની નજીક આવી ગયા, પરંતુ પરિવાર અને સ્વજનોથી દૂર જતા રહ્યા છે. એ જ કારણ છે કે હાલ શાંતિની શોધમાં વધુમાં વધુ લોકો સંયમના માર્ગે જઈ રહ્યા છે. ધન્ય છે આ દીક્ષા લેનાર સૌને જે આપણા સૌ માટે પ્રેરણા રૂપ સમાન છે.