ડીસા : પિતા એ સાત વર્ષ ની દિકરીને પોતાનુ લીવર આપી જીવ બચાવ્યો ! ઘરે દિકરી નુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ
કહેવાય છે ને કે જ્યાં ઘરમાં દીકરી હોય ત્યાં તો રોજે રોજ દિવાળી! ખરેખર દીકરી એ તુલસીનો ક્યારો છે અને કુળની લક્ષ્મી છે. એમા પણ દીકરી તો પિતાની આંખનું રતન હોય છે, જેમ એક વ્યક્તિની આંખ એ મહામૂળી છે તેવી જ રીતે એક પિતા માટે દીકરી તેનાં જીવનનું રતન છે. એક બાપ માટે તેનું સર્વસ્વ દીકરી જ હોય છે અને આમ પણ જીવન ભર એક બાપ પોતાનું જીવન પોતાની દીકરીને કરીયાવર માટે અનેક ગણું ભેગું કરે છે કે, તેને કંઈ ઓછેરૂ જ આવે અને આમ પણ બાપ દીકરી ને જેટલું દેય એ ઓછું છે અને જો જીવ આપી દે તો પણ દીકરી માટે જે કરીયે એ ઓછું કહેવાય
આપણે ત્યાં કહેવાય છે ને કે, માને વ્હાલો દીકરો અને પિતાની ને વ્હાલી દીકરી!એક દીકરી પણ પિતા માટે કંઈ પણ કરી શકે છે તેવી જ રીતે અને આ પ્રેમ તો જગતમાં સૌથી ઉત્તમ ઉદાહરણ છે. આજે અમે આપને એક જીવંત ઉદાહરણ કહીશું જેને સાંભળતાની સાથે જ તમારી આંખોમાં પણ આંસુઓ આવી જાય છે અને હૈયું પણ બોલી ઉઠશે કે આવું કાળજું તો એક બાપનું જ હોય શકે છે. આપણે જાણીએ છે કે, જ્યારે એક દીકરી વિદાય કરીને જાય ત્યારે બાપ હ્દય કઠણ કરી દે છે અને આંખ માંથી એક આંસુ આવવા નથી દેતો.
બસ આવી જ રીતે પિતાનોનું કર્તવ્ય અને દીકરી પ્રત્યેમાં પ્રેમ ખાતર એક પિતા પોતાના શરીર નાં એક અંગ ને પોતાની દીકરી ને આપીને જીવન દાન આપ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ડીસાની 7 વર્ષની દીકરી ને એક પિતા એ પોતાનું લીવર આપીને તેને નવું જીવનદાન આપ્યું છે. સતત 15 દિવસ થી હોસ્પિટલમાં તેની સારવાર કરી અને આ પાછળ તેને લાખો રૂપિયા ખર્ચ કર્યો અને ને પોતાની દીકરીનો જીવ બચાવ્યો અને ખુશીની વાત એ છે કે, જ્યારે તેમની દીકરી સ્વસ્થ થઈ ગઈ ત્યારે કેક કાપીને તેનું ઘરના વાજતે ગાજતે ઉત્સવની જેમ ઉજવીને ખુશીનો અવસર ઉજવ્યો.
ખરેખર આ પિતા દરેક પિતાઓ માટે પ્રેરણા રૂપ બન્યા છે, આજે જ્યારે સમાજમાં દીકરીઓ ને લોકો ભાર સમજી રહ્યા છે, ત્યારે આ પિતા સાબિત કરી બતાવ્યું કે દીકરી તો જીવનનું રતન છે અને દિકરીના ખાતર એક પિતા પોતાનું લીવર તો શું જો જરૂર પડે તો એક પિતા કંઈપણ અપર્ણ કરી શકે છે. ત્યારે ખરેખર આ ઘટના દરેકના હદયને સ્પર્શી જશે.