મહીલાના પેટ માથી 4.9 કીલો ની ગાંઠ ડોકટરે કાઢી એ પહેલા મહિલા ભુવા પાસે
ભગવાન પર અતૂટ વિશ્વાસ હોવો જોઈએ પરતું અંધશ્રદ્ધા ક્યારેય ન હોવી જોઈએ. ક્યારેક આપણે ભુવા અને તાંત્રિક કે પછી પંડિતો નાં કાર્યમાં વિશ્વાસ રાખીને એવા પગલાં ભરી લેતા હોય છે કે પછી પછતાવવાનો વારો આવે છે. હા દરેક વ્યક્તિ ખરાબ નથી હોતું પરતું એકવાર હકીકત ને જાણવી જોઇર અને સમય સજોગ અને પરિસ્થિતિમાં મુજબ પગલું લેવું જોઇએ.
હાલમાં જ એક મહિલા સાથે એવી ઘટના બની કે જે ખૂબ જ ભયાનાક અને ચોંકાવનારી હતી જેમાં તમે હકીકત જાણીને તમને પણ લાગશે કે શું આખરે કોઈ વ્યક્તિ પોતાના જીવન સાથે કંઈ રીતે આવું કરી શકે. એક સ્ત્રીને સતત પેટમાં દુઃખાવો થતો રહ્યો હતો અને ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો, તેથી જાણીતા એક ભૂવા પાસેથી મંત્રેલું પાણી લઈ પીવાનું શરૂ કર્યું અને સમયાંતરે ભૂવા પાસે પીંછી ફેરવાવવાનું શરૂ કર્યું મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો વિશ્વાસ હતો, પરંતુ દિવસે દિવસે ગાંઠ ખૂબ જ મોટી થઈ ગઈ અને મને રક્તસ્ત્રાવ પણ થવા માંડ્યો હતો.
આખરે એવું બન્યું કે, મહિલા છેવટે ડોકટરોપાસે બતાવવા પોહચી અને સોનોગ્રા કરતા માલુમ પડ્યું કે પેટમાં ગાંઠ કગે અને પછી ડોક્ટરોએ સર્જરી કરીને મહિલાના પેટમાંથી ગાંઠ કાઢ મહિલાના પેટમાં 4.9 કિલોની ગાંઠને કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ હતી. ગાંઠ પેશાબની થેલી સાથે ચોંટી ગઈ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ હતી. મુશ્કેલી એ હતી કે મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ હતું, તેથી એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢી હતી.
ડોકટર પૂછ્યું હતું કે આટલો સમય થઈ ગયો છતાં તમે તપાસ ન કરાવી ત્યારે મહિલા આ વાત કહી તો ડોક્ટર આશ્ચર્ય પામી ગયા કે કોઈ આવું પણ કરી શકે છે. ખરેખર વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ કરવો જોઈએ પરતું અધશ્રદ્ધામાં પોતાનું જીવન પર દાવ પર કયારેય ન લગાવું જોઈએ.