ગુજરાત ના આ મંદિર મા ચોખા દાન કરવાથી જન્મો જન્મ ગરીબી દૂર રહે છે ! જાણો આવું કેમ

જગતમાં દાનનું અનેરું મહત્વ છે, અને એમાં પણ દ્વારકાધીશ મંદિરમાં તો દાન નો એવો રૂડો અવસર છે, કે તમારા ભવ ભવનાં દુઃખો દૂર થઈ શકશે. ખરેખર આજે અમે આપને જણાવીશું કે દ્વારકાધીશન મંદિરમાં ચોખાનું દાન નું શા માટે મહ્ત્વ છે. આમ પણ કહેવાય છે ને કે, દ્વારકા નગરી શ્રી કૃષ્ણની અંતિમ નિવાસ ભુમી છે, જ્યાં દ્વારકાધીશ અનેક લીલાઓ કરી છે. ત્યારે આ ભૂમિમાં ભગવાન સુદામા તેમજ દ્રૌપદી અને પાંડવો અને નરસિંહ મહેતા ને વ્હારે પોહચ્યાં છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે દ્વારકાને ત્રણ ભાગમાં વહેચાયું છે. મૂળ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા. એમાં પણ મૂળ દ્વારકાને સુદામાપુરી પણ કહેવાય છે. કારણ કે અહીંયા જ સુદામાજીનું ઘર હતું. ગોમતી દ્વારકા એ સ્થાન છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ રાજ કરતા હતા અને બેટ દ્વારકા તે સ્થાન છે જ્યાં ભગવાનનો નિવાસ સ્થાન હતો અને આઠ પટરાણીઓ સાથે રહેતા.

બેટ દ્વારકા ને ભેટ દ્વારકા કહેવાય જેનો અર્થ છે, ઉપહાર થાય અને અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણ સુદામા ને અમૂલ્ય ભેટ આપી જે આજ સુધી કોઈ આપી નહીં હોય. આ મંદિરમાં કૃષ્ણ અને સુદામાની મૂર્તિઓની પૂજા થાય છે. માન્યતા છે કે દ્વારકા યાત્રાનો પૂરો ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે ભેંટ દ્વારકાની યાત્રા કરો છો. 

આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રી કૃષ્ણ સુદામા દ્વારા લાવેલ તાદૂર ની પોટલી લઈ આવેલા જે શ્રી કૃષ્ણ એ હરકજ ભેર ખાધા અને ત્યાં તો સુદામાની દરિદ્રતા દૂર થઈ ગઈ અને બાકીની આઠ પટરાણીઓ તાદુર જમયુ હતું.તેથી અહીં આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે ચોખા દાન કરવાથી ભકત ઘણા જન્મો સુધી ગરીબી દૂર થાય છે.

. મંદિરમાં ભગવાન દ્વારકાધીશની ફોટા વિશે કહેવાય છે કે તેને રાણી રૂકમણીએ પોતે તૈયાર કર્યું હતું અને ખરેખર બેટ દ્વારાકા પોતાના પરિવાર જનો સાથે અહીંયા અનેક લીલા ઓ કરી અને પોતાના ભક્ત નરસિંહ મહેતાની શામળશા શેઠ બનીને હૂંડી સ્વીકારી હતી.બેટ દ્વારકા એક મૂર્ત ટાપુ છે. જ્યાં શ્રી કૃષ્ણની અનેક લીલા ઓનો ઝાખી કરાવે છે. ત્યારે જ્યારે પણ તમે અહીંયા જાઓ ત્યારે ચોખા નું દાન અવશ્ય કરજો તમારા ભાગ્યમાં સંપત્તિની ખોટ નહિ રહે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *