Gujarat

ગુજરાતનાં સેવાભાવી ડો.દમયંતી બા માત્ર એક રૂપિયામાં કેન્સરની ગંભીર બીમારીમી સારવાર કરે છે, તેમજ અનેક સ્ત્રીઓ વૃદ્ધ લોકો માટે સેવા પ્રવૃતિમાં કાર્યરત…

કહેવાય છે કે, આ જગતમાં ડોકટર ઈશ્વર સમાન જ રૂપ છે જેઓ મનુષ્યનાં જીવની રક્ષા કરવા સદાય તત્પર રહે છે. જીવનમાં અનેક ડોક્ટરો મનાવતા ની મૂર્તિરૂપ હોય છે.જીવનમાં અનેક એવી વાતો પણ રહેલ હોય છે, આપણને સૌને પ્રેરણા આપે છે. અમે આજે એક વાત કરીશું એક એવી સ્ત્રીની જેમને અનેક લોકોના જીવોને નવું જીવન ભેટમાં આપ્યું છે.

માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આ જગતમાં આવા માણસો બહુ ઓછા જોવા મળે છે.આપણે જાણીએ છે કે, ગુજરાત રાજ્ય માંથી શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવેલ પ્રદિપસિંહ સિંધા ના પત્ની ડોક્ટર દમયંતી બા સિંધા પત્ની ની જેમ અનોખો સેવા કરી રહ્યા છે અને આ સેવા અનેક લોકોને લેખે લાગી છે તેમજ તેમના આ કાર્ય થકી અનેક લોકોના જીવનમાં જ્યોત પ્રગટી છે.

ડો દમયંતીબા પ્રદીપસિંહ સિંધા નેચરોથેરાપી દ્વારા કેન્સર જેવી ઘાતક બીમારી નો ઈલાજ કરે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ માત્ર એક રૂપિયા માં ઈલાજ કરે છે અને આ એક રૂપિયા દ્વારા જે ફંડ ભેગો થશે એ ગાયોના સંરક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવશે. ડો.દમયંતી બા.યક્ષ દેવ નેચર કેર ક્લિનિક માં દર મહિને ૦૧ થી ૧૨ વર્ષના બાળકને વિનામૂલ્યે સુવર્ણપ્રાશન પીવડાવવાની સેવા અદા કરે છે જેથી બાળકનો શારીરિક બૌદ્ધિક વિકાસ થાય.

તેમના જીવન વિશે જાણીએ તો તેઓ MA, Med ડીગ્રી મેળવી છે તેમજ તેઓએ નેચરોપેથી માં MD ની ડીગ્રી હાંસલ કરી છે ઉપરાંત તેઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજપીપળા માં યોગ ટ્રેનર તરીકે પણ સેવા આપી રહ્યા છે આ ઉપરાંત અનેક નેશનલ ઇન્ટરનેશનલ વર્કશોપ અને સેમિનાર કરેલા.તેઓ ગંભીર બીમારી નો ઈલાજ આયુર્વેદિક દવા અને વનસ્પતિ દ્વારા બહેનોને ગર્ભાશયના કેન્સર મટાડી આપ્યા છે.

માત્ર બીમારી નહિ મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટે તેઓ બહેનોને સિંવણ અને બ્યુટી પાર્લરની તાલીમ આપી તેમને પગભેર કર્યા છે આજે એ બહેનો મહિને પાંચ હજાર થી પચાસ હજાર રૂપિયા કમાતી થઈ ગઈ છે. પાંચ વરસના ભૂલકા થી માંડીને 80 વર્ષની વૃદ્ધા બેનો સ્વસ્થ અને નિરોગી રહે એના માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમના જીવનનો મુખ્ય હેતુ માત્ર લોકોની સેવા કરવી અને સમાજમાં અમૂલ્ય ફાળો આપવો જેથી અનેક લોકોનું જીવન સફળ બને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!