ડ્રાઈવિંગની નોકરી કરતો યુવક પોલીસ વર્ધી પહેરીને ફોટા પડાવી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ રોફ જમાવતો
હાલ ની યુવા પેઢી સોસિયલ મીડીયા પર સસ્તી પ્રસિધ્ધી મેળવવા માટે સાચુ ખાટા નો ભાન નથી રહ્યો અને જોખમી સ્ટંટ કરી ને ફોટા પડાવાનો શોક થય ગયો છે. બે દિવસ પહેલા જ એક કિસ્સા મા રેલ્વે ના પાટા પર ફોટા પડાવતી વખતે યુવક નો જીવ ગયો હતો જયારે અન્ય એક ઘટના મા યુવક પોલીસ વર્ધી પહેર ફોટા પડાવતી હતો અને રોફ જમાવતો હોય તેવો કીસ્સો સામે આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે મેઈન્ટેન્ન્સ માટે બંધ રાખવામાં આવતુ હોય છે ત્યારે સુરત થી વડોદરા ખાતે પાંચ યુવાનો આવ્યા હતા. અને વચ્ચે નર્મદા ખાતે સ્ટેચ્યુ જોવા માટે આવ્યા હતા પરંતુ સોમવાર હોવાથી પ્રવેશ બંધ હતો જેથી એસ આર પી 18 ગ્રુપ ના જવાઓ પુવાનો ને રોક્યા હતા. જેમાથી એક યુવક કે જેનુ નામ સોનુ સિંગ હતુ તેણે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. અને પોતે પોલીસ નો ડ્રેસ પણ પહેરલો હતો.
જ્યારે તેના પર જવાનો ને શંકા જતા તેનુ આઈ કાર્ડ બતાવવા નુ કહ્યુ હતુ પણ તેની પાસે નહોતુ જેથી વધુ શક જતા તેની પોલીસ દ્વારા પુછ પરછ કરતા અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે તેણે નકલી ડ્રેસ પહેર્યો છે. ત્યાર બાદ યુવકે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી મોબાઈલ અને કાર જપ્ત કર્યા છે.
જ્યારે નકલી પોલીસ બનેલો અમિત સિંગ ઉર્ફે રાજા સોનુ સિંગએ સુરતની એક દુકાન માંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા પાડી રોફ જમાવવા માટે પોલીસનો ડ્રેસ ખરીદયો હતો.અગાઉ સુરતના પાંડેસરામાં પણ એની વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધાયો છે.અમિત સિંગ પાંડેસરાની ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે.