પિતાની નજર સામેજ દસ વર્ષ ના દિકરા નો ટ્રક નીચે આવી જતા જીવ ગયો, સર્જાયા કરુણ દૃશયો
રક્ષા બંધન ના દિવસે અનેક અકસ્માતો ની ઘટના ઓ સામે આવી છે જ્યારે અન્ય એક અકસ્માત બોટાદ ના પાળીયાદ ખાતે થયો હતો જેમાં પિતા ની સામે જ પુત્ર નુ કમકમાટી ભર્યુ મોત થતા કરુમ દૃશયો સર્જાયા હતા. આ અકસ્માત ત્યારે થયો હતો જયારે રક્ષાબંધન નોમીતે યુવક પોતાની પત્ની ને મુકી પરત ફરી રહ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે રહેતા સુરેશભાઈ વનાભાઈ ધોરીયા રક્ષાબંધન ના પર્વ ની નમીતે પોતાની પત્ની ને તેના ભાઈઓ ના ઘરે વાવડી ગામે મુકવા ગયા ગયા. તેને મુકી ને તેવો પોતાના 10 વર્ષિય પુત્ર આનંદ સાથે પરત ફરતી વેળા એ વાવડી બસ સ્ટેન્ડ પાસે પડેલી કાર ને તારવવા જતા સુરેશભાઈ નુ બાઈક નમી જતા વિંછીયા સાઈડ થી આવતા ટ્રક નીચે આનંદ આવી જતા કરુણ મોત નિપજ્યું હતુ.
પિતાની નજર સામે જ દસ વર્ષ ના માસુમ પુત્ર નુ મોત થતા કરુણ દૃશયો સર્જાયા અને નાના એવા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો. જયારે આ અકસ્માત મા ટ્રક ચાલક નાસી છુટ્યો હતો.
આ બનાવ અંગે પાળિયાદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતદેહને પી,એમ માટે પાળીયાદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. અને ટ્રક ચાલક વિરૂદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ટ્રક ચાલકને સોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.