Gujarat

Dysp ની બહાદુરી થી 100 ગૌવંશ પશુઓને કતલખાને જતાં બચી ગયા.

કહેવાય છે ને કે, જીવ દયા અને માનવ પ્રત્યે દયા દાખવી એ શ્રેષ્ઠ સેવા છે જે સીધી પ્રભુને પાસે જ પહોંચે છે. જીવનમાં ગૌ સેવા કરવાથી અનંત ગણું દુઃખ પહોચતું હોય છે, ત્યારે
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેમણે ગૌને કસાઈઓ થી બચાવ કર્યો.

વાત જાણે એમ છે કે મોડાસા નજીક રાણાસૈયદ વિસ્તારમાંથી ડીવાયએસપી ભરત બસીયાની આગેવાની હેઠળ જીલ્લા પોલીસતંત્ર ૧૦ થી વધુ વાહનોમાં ત્રાટકી ૧૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લીધા હતા ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે, હાલનાં સમયમાં આવું થવું એ વ્યાજબી નથી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે.

ત્યારે આ ઘટના ને લીધે ડી.વાય.એસ.પીએ રાણાસૈયદ વિસ્તારમાં ઝાડી-ઝાંખરા માં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓ ને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી, મોડાસા ટાઉન પોલીસ તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા. પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી બાંધેલા ૧૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણી ની અને રહેવાની વ્યવસ્થા કરી આપી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!