દ્વારકાધીશના મંદિર ના શિખર અને ધ્વજ પર વિજળી પડી ! વિડીઓ થયો વાયરલ
અષાઢીનાં બીજના પાવન પર્વ થી મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે ગુજરાત ભરમાં અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં દ્વારકા મંદિરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો અદ્દભૂત ચમત્કાર જોવા મળ્યો કે સૌ ભાવિ ભકતો દ્વારકાધીશની લીલા માની રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે જગતનાં નાથ સદાય પોતાના ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે, ત્યારે ખરેખર તે તેના ભક્તો પર કોઈ આંચ ન આવવા દેય.
હાલમાં સોશિયલ મીડિયા વીડિયો વાયરલ થયો છે જે જગત મંદિર દ્વારકાધીશનો છે જેમાં દ્વારકાધીશની મંદિરનાં શિખર પર વીજળી પડી ત્યારે તેમના શિખર પર 52 ગજની ધજા ફરકતી હતી અને એજ દરમિયાન જ્યારે વીજળી શિખર પર પડી ત્યારે એવું લાગ્યું કે સ્વંયમ દ્વારકાધીશ પોતાની અંદર સમાવી લીધી અને કોઈ આંચ પણ ન આવી બસ માત્ર એટલું ક બન્યું કે શિખર પર ની ધજા ખંડિત તો થઈ ગઈ પરતું કહેવાય છે ને જગતના નાથના મંદિર ધજાવિહોણા થોડાં રહે, વીજળીની શક્તિ એટલી હોય કે બધું જ નષ્ટ કરી નાખે.
ત્યારે આ તો 52 ગજ ની ધજા પર જ્યારે વીજળી ત્રાટકી ત્યારે ધજા ખંડિત જરૂર થઈ પરતું તે સદાય ની જેમ શિખર પર ફરકતી રહી ત્યારે ખરેખર આ જગતના નાથની લીલા જ છે, આ દ્ર્શ્ય જોઈને એવું લાવે કે સ્વંય દ્વારકાધીશ પોતાની અંદર વિજને સમાવી લીધી હોય! આ તો વીજ ત્રાટકી ન કહેવાય પરતું મેઘરાજા અને દ્વારકાધીશ નો મેળાપ કહેવાય. ભાવિભક્તોમાં ખૂબ જ શ્રદ્ધા જોવા મળી આ વીડિયો જોઈને અને જ્યારે તમે આંખે થી નિખારશો ત્યારે આશ્ચય પામશો.