આ વસ્તુઓનું સેવન કરનારને મ્યુકોરમાઇકોસિસ રોગ થવાની વધુ સંભાવના.
કોરોના જ્યારે આવ્યો ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન લાગી ગયું અને સૌ કોઈ ઘરની અંદર બંધ થઈ ગયા હતા અને સુરક્ષિત પણ હતા છતાં પહેલી લહેરમાં કોરોના એટલો ઘાતક ન હતો. આપણે સૌને એમ જ હતું કે કોરોના જતો રહેશે પરતું માર્ચ મહિના થી તો તે વધુ વિકરાળ બની ગયો.કોરોનાની બીજી લહેર એવી આવી કે અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા અને જેમાં લોકોને હોસ્પિટલમાં જગ્યા નોહતી મળતી સાથોસાથ નાં તો અંતિમ સંસ્કારમાં..આ રોગની સાથે મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે.
હાલમાં જ તબીબ દ્વારા જાણવા મળ્યું છે કે, કોરોના કોને થઈ શકે છે. આપણે સૌ એ તો જાણીએ છે કે, પાસ્ટ કોવિડ 19 દર્દીઓને આ બીમારી થઈ શકે છે. તેમજ હાલમાં જ જાણવા મળ્યું કે, કોરોનાથી સ્વસ્થ થયા બાદ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી બીમારી ધરાવતા લોકો પર આ રોગનો વધારે ખતરો રહેલો છે. મ્યુકોરમાઇકોસિસ થયા બાદ કેટલાક દર્દીઓને આંખ, દાત અને જડબા ગુમાવવા પડયા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. હવે મ્યુકોરમાઇકોસિસને લઈને એક ખૂબ જ મહત્ત્વની અને ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર ધુમ્રપાન અને તમાકુના બંધાણી પર મયૂકોરમાઇકોસિસનું જોખમ વધારે રહે છે.
ડૉક્ટર હિતેને વધુમાં જણાવ્યું હતું કે, ડાયાબિટીસ હોય અને કોરોના થાય ત્યારબાદ મ્યુકોરમાઇકોસિસ થાય તેવું નથી પરંતુ કોવિડના માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને પણ મ્યુકોરમાઇકોસિસ થયુ હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મયુકોરમાઇકોસિસ રોગના કોમન લક્ષણમાં નાક અને ગાલ પર સોજો આવે છે.ઉલ્લેખનિય છે કે હાલ ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ તેની સારવાર માટે ઉપયોગમાં આવતા ઇન્જેક્શની પણ માર્કેટમાં અછત હોવાનું સામે આવ્યું છે.