Gujarat

ખેડુત આગેવાન બાબુભાઈ પટેલનુ અચાનક મોત થતા આખા ગામ મા માતમ છવાયો ! ખેતર મા કામ કરતા હતા ત્યારે અચાનક જ.

હાલમાં જ અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાના ઉમેદપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, ખેડુત આગેવાન બાબુભાઈ પટેલનુ અચાનક મોત થતા આખા ગામ મા માતમ છવાયો ! ખેતરમાં કામ કરતા હતા અને એવી દુઃખ ઘટના બની કે તેમનું નિધન થઈ ગયું. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ માહિતી આપીએ કે આખરે કઈ રીતે બાબુભાઇ પટેલનું નિધન થયું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બાબુભાઇ પટેલ ગત 02 નવેમ્બરે પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક એક ઝેરી કોબરા સાપે તેમના પર હુમલો કર્યો હતો અને આ કારણે તબાબુભાઇ પટેલે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને જોઇ આસપાસના ખેતરોમાં કામ કરતા મજૂરો અને ખેડૂતો મદદ માટે દોડ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો ઝેરી કોબરા દ્વારા ત્રણ વાર હુમલો કરી તેમને પગના ભાગે ઇજાઓ પહોંચાડી હતી

કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની ભારે જહેમત છતાં આખરે ખેડૂતે દમ તોડ્યો હતો.બાબુભાઈને વધુ ઝેર વ્યાપી જતા ખેડૂત બાબુભાઇના મોઢા માંથી ફીણ સાથે ખૂન શરૂ થયું હતું. જેને લઇ મોડાસાના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર કર્યા તેમને અમદાવાદ હોસ્પિટલમાં મોકલ્યા હતા. આખરે ખેડૂત બાબુભાઇ પટેલ જિંદગી સામે હારી ગયા હતા. એક લાખ કરતા વધુના સારવાર ખર્ચ બાદ પણ બાબુભાઇને બચી ન શક્યા.ડોક્ટરે જણાવ્યું હતું કે, કોબરા સાપનું ઝહેર એટલું ખતરનાક હતું કે માત્ર 2 મિનિટ જેટલા જ સમયમાં ખેડૂતના સમગ્ર શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું.

લોહી પાતળું થઈ જતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. ખેડૂત બાબુભાઇ પટેલનું નિધન થતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું. ઘરના મોભીનું નિધન થતાં મુખ્ય આધાર છીનવાયો છે. જોકે હાલ સમગ્ર ઉમેદપુર ગામના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોઈપણ ખેડૂત અને મજૂરો ઝેરી કોબરાના ડરથી ખેતરમાં જતા ડરી રહ્યા છે. ગામ લોકોની માંગ ઉઠી છે કે, અન્ય ખેડૂતોને જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા ઝેરી કોબરાને પકડવો જરૂરી છે. જેથી અન્ય ખેડૂતોનો જીવ ન જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!