હિન્દુ નેતા ની જાહેર મા ધડાધડ છાતીમા ગોળીઓ મારી હત્યા કરવા મા આવી ! જાણો ક્યા બની ઘટના…

આપણે જાણીએ છે કે, દિવસને દિવસે અનેક હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ પંજાબના અમૃતસરમાં શુક્રવારે હિન્દુ નેતા સુધીર સૂરીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે શા માટે આ હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર કોણ છે તેના વિશે જાણીએ.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સૂરી શિવસેના હિન્દુસ્તાનના નેતા હતા. તેઓ મૂર્તિઓના અપમાન વિરુદ્ધ ગોપાલ મંદિરની બહાર વિરોધ કરી રહ્યા હતા. તેમની સાથે તેમના સમર્થકો પણ હાજર હતા. અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

સુધીર સૂરી ખાલિસ્તાન સમર્થકોના ટાર્ગેટ પર હતા. થોડા સમય પહેલાં તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે વિદેશમાં બેઠેલા ખાલિસ્તાનના સમર્થકોએ બનાવ્યું હતું. ત્યારબાદ તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી.પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે સૂરીની હત્યા શા માટે કરવામાં આવી. હાલમાં આરોપીઓ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી.

માત્ર એટલી વાત જાણવા મળી છે કે, કોઈ અજાણ્યા યુવકે આવીને તેમના પર ગોળીબાર કર્યો હતો. બંને ગોળી સુધીર સૂરીની છાતીમાં વાગી હતી. સૂરીને ડાયરેક્ટ ગોળી મારવામાં આવી હતી કે નજીકની બિલ્ડિંગના ટેરેસ પરથી તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલા બાદ તેમના સુરક્ષાકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આરોપી સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. ગોળી મારી હુમલાખોરો ક્યાં ભાગ્યા હતા તે પણ હજુ જાણી શકાયું નથી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *