10 પાસ યુવાન નકલી ડાયરેકટર બનીને અનેક યુવતીઓને કામને બહાને દુષ્કર્મ આચર્યું.
દરેક યુવાન અને યુવતીને ફિલ્મ અને મોડેલિંગમાં જવાનો બહુ શોખ હોય છે એમ કહો તો કે તેમાં પોતાનું ભવિષ્ય બનાવવું પરતું કેહવાય છે ને કે, આ કામ બહુ અઘરું છે અને અહીં કામ મેળવવા માટે વ્યક્તિ ક્યારેક પોતાના દેહ નો સોદો કરવો પડે છે. આ લાઈનમાં જોડાવનાર અને લોકોને ફિલ્મનાં સપના દેખાડી ઘણું બધું છીનવી લેતા હોય છે. આજે આપણે એક એવી જ ઘટના શેર કરવાની છે.
વાત જાણે એમ છે કે, હાલમાં જ ફિલ્મમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતી પર દુષ્કર્મ આચારવાના ગુનામાં શહેર પોલીસે દસમું ધોરણ ભણેલા બોગસ ફિલ્મ ડાયરેકટરને પકડ્યો અને ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો આ શખ્સ યુવતીઓને અનેક યુવતીઓને પોતાનો શિકાર બનાવતો હતો.દિલ્લીની એક યુવતીએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત 2020 ના જાન્યુઆરી મહિનામાં ડાયરેક્ટર રાજનીશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો હતો.
યુવતીનો ફિલ્મ ડાયરેકટર સાથે સંપર્ક થયો હતો. રાજ ઉર્ફ રજનીશ મિશ્રા નામના ફિલ્મ ડાયરેક્ટરે યુવતીને વડોદરા આવવાની ઓફર કરી હતી. પોર્ટફોલિયો બનાવવા માટે યુવતીએ તેની પાસે 13 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ રાજ મિશ્રાએ યુવતીને દાંડિયા બજાર વિસ્તારની રાજધાની હોટલમાં બોલાવી હતી. જ્યા તેને યુવતી પાસેથી બીજા 52 હજાર રૂપિયાની માંગણી કરી હતી, તેમાંથી રૂપિયા 25000 રાજ મિશ્રાને આપ્યા હતા.
રાજ(રજનીશ) મિશ્રાએ યુવતીને મોડેલિંગ માટે નગ્ન ફોટાની જરૂર હોવાનું કહ્યું હતું. બાદમાં જરૂરિયાત સમજીને યુવતીએ ફોટા પડાવ્યા હતા. ત્યારે રજનીશ મિશ્રાએ જબરજસ્તીથી શરીર સાથે છેડછાડ કરી. દુષ્કર્મ આચર્યું હતું.યુવતી ફરિયાદ નોંધાવી અને પોલીસને જાણ થતા જ તેમને પકડી પાડ્યા.વડોદરામાં ટ્રાન્સપોર્ટ ઓફીસમાં મજૂરી કામ કરતો હતો, પરંતુ તેની હરકતોના કારણે બેરોજગાર થયો હતો.રજનીશ મિશ્રાએ અત્યાર સુધી છ થી વધુ યુવતીઓના નામના બોગસ ફેસબૂક એકાઉન્ટ બનાવ્યા છે.
તેમજ દસથી વધુ વોટ્સએપ નમ્બર ધરાવે છે. ત્યારે રજનીશે અત્યાર સુધી કેટલી યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે? તે હાલમાં દરેક તપાસ ચાલી રહી છે, ત્યારે હવે જોવાનું રહયુ કે આગળ શું બહાર આવશે. ખરેખર આજના સમયમાં કોઇપણ ઉપર સમજી વિચારીને જ વિશ્વાસ મુકવો અને માહિતી જાણવી જરૂરી છે.