Gujarat

મહેનત ને સલામ: 10 વર્ષ જેમને ‘Sir’ કહી સલ્યૂટ કરતો હતો, હવે તે Officer કરી રહ્યા સલ્યૂટ

કહેવાય છે ને સમય સમય ને માન છે ક્યારે કોનો સમય બદલાઈ જાય કાય નકી નથી હોતુ એક સમયે કોન્સ્ટેબલ ની નોકરી કરતા ફીરોઝે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી અને આજે જેવો ને તે સલામ કરતો તે જ લોકો તેને સલામ કરશે.

ફીરોઝ ની યુપીએસસી પરીક્ષા પાસ કરવી આસાન નહોતી આ માટે તેણે ઘણા વર્ષો મહેનત કરી અને આખરે તેની મહેનત રંગ લાવી હતી.

યુપીના હાપુરના પીલખુઆમાં રહેતો ફિરોઝ જૂન મહિનામાં વર્ષ 2010 માં દિલ્હી પોલીસમાં જોડાયો હતો. તે સમયે ફિરોઝે માત્ર 12 મા ધોરણનો અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે નોકરી દરમિયાન જ પત્રવ્યવહાર દ્વારા ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને વર્ષ 2014 થી જ યુ.પી.એસ.સી. માટે પરીક્ષા આપવાનુ શરૂ કર્યું. પ્રથમ બે વર્ષ, તેવો પ્રીમીયમ પણ પાસ ના કરી શક્યા ,પરંતુ તે પછી તે સતત ચાર વખત મુખ્ય પરીક્ષામાં સુધી પહોંચ્યા
અને આખરે સાતમી વખત મા યુ.પી.એસ.સી. પાસ કરી.

ફીરોઝ તે યુવાનો માટે આઈડલ છે જેઓ નોકરીની તૈયારી કરતી વખતે સમય અને અન્ય સમસ્યાઓની ઉપલબ્ધતાને ધ્યાનમાં લે છે. ફિરોઝ હવે આઈએએસ, આઈપીએસ અથવા આઈઆરએસ જેવા ગેઝેટેડ અધિકારીની જગ્યા પર કબજો કરશે. ફિરોઝે દિલ્હી પોલીસમાં નોકરી કરતી વખતે યુપીએસસી પરીક્ષામાં 645 રેન્ક મેળવ્યો છે. ફિરોઝે તેમના અધિકારીઓની કાર્યકારી શૈલી જોઈને યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું પોતાનું લક્ષ્ય બનાવ્યું. તેમનું કહેવું છે કે આ કામમાં તેમને દિલ્હી પોલીસ અને સાથીદારોનો સારો સહયોગ પણ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!