ગાંધીનગર : નાક પકડીને ડૂબકી માર્યા પછી રાજ પરમાર નદી માથી બહાર ના આવ્યો ! બાળક નુ મોઢુ જોવે એ પહેલા જ મોત
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, ત્રણ મિત્રો ન્હાવા ગયા હતા પરંતુ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે આ ન્હાવા જવું એ જીવન જોખમનું કારણ બની જશે.ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ચાલીસ ફૂટ જેટલાં ખાડા કરીને ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેત ખનન કરી દેવામાં આવ્યું છે. એમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે ઊંડા ખાડાઓના કારણે બહારથી શાંત દેખાતી નદી મોતનો કૂવા સમાન બની ગઈ છે અને રાજ પોતાના બાળકનું મોઢું જોઈ શકે એ પહેલાં જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના ભાટ ટોલ ટેક્ષથી કરાઈ બ્રિજ તરફ સાબરમતી નદીમાં અમદાવાદથી ન્હાવા માટે આવેલા ત્રણ મિત્રોમાંથી એક મિત્રનું ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું. સૌથી દુઃખ વાત એ છે કે, મિત્રને બચાવવા માટે બે યુવાનોએ અડધો કલાક સુધી મથામણ કરી હતી. પ્રયત્નો નિષ્ફળ રહેતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ આદરીને યુવાનની લાશ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
મૃતક યુવાન વિશે જાણવા મળ્યું છે કે, ગજરા નગરમાં રહેતાં 22 વર્ષીય રાજ પરમારની પત્ની સોનલ ગર્ભવતી છે. રાજ તેના મિત્રો સાથે અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાંજના સમયે રાજ અને તેના બે મિત્રો પ્રેમ શાસ્ત્રી અને વિશાલ સાથે ગાંધીનગર આવ્યો હતો.
રાજ, પ્રેમ અને વિશાલ નદીમાં ન્હાવા માટે ગયા હતા. બાદમાં પ્રેમ અને વિશાલ નદીનાં કિનારે આવીને બેસી ગયા હતા. ત્યારે પ્રેમે રાજને કહ્યું હતું કે તું પણ બહાર આવી જા. આપણે ત્રણેય બેસીને હસી મજાક કરીએ.
રાજે એક બે ડૂબકી નદીમાં મારવાની ઈચ્છા વ્યક્ત કરતાં બંને મિત્રોએ જલ્દી બહાર આવી જવા માટે પણ તેને કહ્યું હતું. ત્યારે રાજ નાક પકડીને નદીમાં ડૂબકી મારવા લાગ્યો હતો. એક ડૂબકી માર્યા પછી રાજ બીજી ડૂબકી મારી હતી.પરંતુ આ વખતે રાજ પાણીની બહાર આવ્યો નહોતો. અમુક મિનિટો સુધી રાજ બહાર નહીં આવતાં કિનારે બેઠેલા પ્રેમ અને વિશાલે બૂમો પાડી હતી.
રાજ બહાર નહીં આવતાં તેઓએ અડધો કલાક સુધી નદીમાં શોધખોળ આદરી હતી. રાજનો ક્યાંય પત્તો નહીં લાગતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત પછી રાજની લાશને બહાર કાઢી હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પરિવાર માટે એ દુઃખદ વાત છે કે, રાજ પોતાના આવનાર બાળકનું મોઢું જોઈ એ પહેલાં જ આ દુનિયામાંથી ચાલ્યો ગયો.