અંબાણીના ઘર આંગણે ફરી મહેમાનો મેળાવડો! જામનગર બાદ હવે આ જગ્યા યોજાશે ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશન, જાણો ક્યારે….
અંબાણી પરિવારના આંગણે ફરી એકવાર પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજાવા જઈ રહ્યું છે, સૌથી ખાસ વાત એ છે કે આ પ્રિ વેડિગ સેલિબ્રેશન દરિયાની વચ્ચોવચ યોજાશે. આ પહેલા જ જામનગર ખાતે 1000 કરોડ રૂપિયાના ખર્ચે પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ફરી એકવાર ધામધૂમથી અને વૈભવશાળી રીતે પ્રિ વેડિંગ સેલિબ્રેશન કરશે. ચાલો અમે આપને જણાવીએ કે આ પ્રિ વેડિગ સેલિબ્રેશન ક્યાં અને ક્યારે યોજાશે?
મીડિયા રિપોર્ટ્સમાં પ્રમાણે આગામી તા. 28 થી 30 મે વચ્ચે બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં લગભગ 800 થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવશે. આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન લક્ઝરી ક્રૂઝમાં થશે . આ ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર કાપશે અને ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ જશે, આ પ્રિ વેડિંગ પણ ખુબ જ ચર્ચાનો વિષય બનશે. ત્રણ દિવસ જ જામનગર શહેર વિશ્વ ફલક પર પહોંચી ગયું હતું.
જામનગરના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રિવેડિંગ સેલિબ્રેશન માટે રિયાલન્સ ગ્રીન્સમાં ખાસ ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાની નજર પ્રિ વેડિંગ સેલિબ્રેશન પર રહી હતી. સૌથી ખાસ વાત એ છે કે જો પ્રિ વેડિંગ સેલિબ્રેશન આટલું ભવ્ય અને ખર્ચાળ હોય શકે છે તો લગ્નમાં કેવી ભવ્યતા રહેલી હશે?
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અનંત અંબાણી જુલાઈમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન લંડનમાં થઈ શકે છે. આ કપલની સગાઈ 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં થઈ હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની પુત્રી છે અને હવે તે અંબાણી પરિવારની સૌથી નાની પુત્રવધુ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
