કોકિલ કંઠી ગીતાબેન રબારી પોતાના પરિવાર સાથે પોહચ્યાં હરિદ્વાર ! હરિની ભક્તિમાં લિન થયા….જુઓ આ ખાસ તસવીરો
ગુજરાતમાં કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતો હોય ? ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશની અંદર પણ ગીતાબેન રબારીની ભારે ધાક જોવા મળતી હોય છે. વિદેશના લોકો પણ ગીતાબેનના તમામ ગીતો પર જુમી ઉઠતા હોય છે, હજી થોડા દિવસો પેહલા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ફોરેનરો ગીતાબેન રબારીના ગીતો પર મન મૂકીને નાચ્યાં હતા. ગીતાબેને આ મુકામ હાંસલ કરવા માટે જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે.
કચ્છી કોયલના નામથી પ્રખ્યાત એવા ગીતાબેન રબારી રોજબરોજની અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતા જ રહે છે, એવામાં હાલ તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પતિ પૃથ્વી રબારી સાથેની અનેક તસવીરો શેર કરી છે જેમાં તેઓ હરિદ્વારના ઘાટે બેઠેલા હોય તેવું ધ્યાને પડી રહ્યું છે. ગીતાબેન રબારીનો ચાહક વર્ગ ખુબ વિશાળ છે આ કારણે જ તેઓ પોતાની કોઈ પણ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરે તેમાં ઢગલા મોઢે લાઈક તથા કમેન્ટ આવતી હોય છે.
ગીતાબેન રબારી હાલ હરિદ્વારની દર્શની પોહચ્યાં છે જેની અનેક તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. ગીતાબેન રબારીએ હરિદ્વારમાં ગંગા માતાની દિવ્યઆરતીમાં પણ પોતાના પતિ સાથે ભાગ લીધો હતો. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરતા ગીતાબેન રબારીએ લખ્યું હતું કે ‘સનાતન ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળ હરિ દ્વાર ખાતે હર કી પૌરી ખાતે મા ગંગાની દિવ્ય મહા આરતી કરવાનો મોકો મળ્યો અને ખૂબ જ આનંદની લાગણી અનુભવી.હરિનો દરવાજો હોય કે હરિદ્વાર હોય,બંને ભાગ્યશાળી માણસ જ ત્યાં પહોંચે છે.’
ગાયિકા દ્વાર શેર કરવામાં આવેલ આ ખાસ તસ્વીરોમાં જોઈ જ શકાય છે કે યુગલ ગંગા નદીના કિનારે ઉભેલું છે, એટલું જ નહીં ગીતાબેન તથા પવન રબારીએ ગંગામાતાની આરતીમાં પણ ભાગ લીધો હતો જેમાં તેઓ ભક્તિમાં લિન થઇને ભજનના ગાન પણ કર્યા હતા. ગીતાબેન રબારીને હરિદ્વારમાં જોતા અનેક લોકો મળવા પોહચ્યાં હતા.
ગીતાબેન રબારીએ તસવીરો તો શેર કરી જ છે પણ સાથો સાથ તેઓએ પોતાનો એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેઓ તેમના પતિ એવા પૃથ્વી રબારી સાથે ગંગાઘાટ પર બેસેલા છે અને ગંગા માતાની દિવ્યઆરતીમાં લિન થયા હતા.