કિર્તીદાન ગઢવીનું નવું ઘર જોયુ કે નહીં? જુઓ લક્ઝયુરિયસ ઘરના વાસ્તુ પુજનના પ્રસંગની ખાસ તસવીરો આવી સામે..

આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં જ કીર્તિદાન ગઢવીએ પોતાના નવા ઘરનું વાસ્તુ પુજન કરેલ અને આ વાસ્તુ પુજનના વિડીયો કિર્તિદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ વિડીયો જોઈને સૌ કોઈ ચાહકોએ તેમણે અભિનંદન પાઠવ્યા હતા. ફરી એકવાર કિર્તીદાન ગઢવીએ પોતાના નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.


ઘરના વાસ્તુ પૂજનની તસવીરોમાં જોઈ શકો છો કે, કીર્તિદાન ગઢવીનું નવું ઘર કેટલું શાનદાર અને આલિશાન છે . કીર્તિદાન ગઢવીનું જૂનું ઘર રાજકોટમાં આવેલું છે અને આ ઘરનો ગૃહ પ્રવેશ 2016માં કર્યો હતો.ઘરનું નામ ‘સ્વર’ રાખ્યું છે. હવે જ્યારે કિર્તીદાન ગઢવીએ પોતાનું નવું ઘર લીધું છે, ત્યારે જુના ઘરની જેમ જ નવા ઘરને પણ આગવી રીતે ડિઝાઈન કર્યું છે.

ઘરમાં આધુનિક સુવિધાઓની સાથે અન્ય બાબતોનું જીણવટ ભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે.કિર્તીદાન ગઢવીના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઇન ખૂબ જ સુંદર છે અને ડાઇનિંગ રૂમથી લઈને કિર્તીદાન ગઢવીનો માસ્ટર બેડરૂમ ખૂબ જ આકર્ષક છે. કિર્તીદાન ગઢવીએ પોતાના નવા ઘરમાં માં મોગલનું અતિ નયનરમ્ય મંદિર પણ બનાવ્યું .

હાલમાં જે તસવીરો જે શેર કરવામાં આવી છે તે તેમના ઘરની તો નથી પરંતુ વાસ્તુ પુજનની તસવીરો છે. તમે જોઈ શકો છો કે કિર્તીદાન ગઢવીએ પોતાના પત્ની સોનલબેન સાથે વાસ્તુ પુંજન કર્યું હતું.

આ વાસ્તુ પુજનમાં કથાકાર શ્રી જિગ્નેશ દાદા પણ ખાસ હાજર રહ્યા હતા. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જિગ્નેશ દાદાએ કિર્તીદાન ગઢવીના નાના દીકરા રાગ સાથે હળવાશની પળો માણી હતી.


કિર્તીદાન ગઢવીનું નવું અંબાણીના ઘર જેવું જ સુંદર છે. આ ઘરને જોઈને એ તો ચોક્ક્સ કહી શકાય સમય ગમે ત્યારે બદલાય છે કારણ કે એક સમયે કિર્તીદાન ગઢવી ખૂબ જ મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા પરંતુ આજે તેઓ વૈભવશાળી જીવન જીવે છે. આ સફળતા તેમને સંગીત ક્ષેત્ર દ્વારા જ મળી છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *