Viral video

બાબા ના દરબાર મા ગીતાબેન રબારી એ હનુમાનજી ની ધુન બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા….જુઓ વિડીઓ

રાજકોટ શહેરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વેર શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો અને આ દરબારમાં લાખો ભાવિ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી હતી. રંગીલા રાજકોટવાસીઓ ભક્તિના રંગે રંગાયા હતા.આ દિવ્ય દરબારમાં ગીતાબેન રબારીએ પણ રંગ જમાવી દીધો હતો. ગુજરાતમાં જ્યાં જ્યાં દિવ્ય દરબાર યોજાયા છે, ત્યાં ગુજરાતમાં લોકપ્રિય કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી છે.

રાજકોટ શહેરમાં લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીને પોતાની વાણી પવિત્ર કરવાનો લ્હાવો મળ્યો હતો.  ગીતાબેન રબારીએ
આ દિવ્ય દરબારમાં પૃથ્વી રબારી સાથે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજીના આશીર્વાદ લીધા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીજી સાથેની પહેલી મુલાકાતની લાગણી વ્યક્ત કરી હતી.  તેમણે જણાવ્યું હતું કે બાગેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને મળીને ખૂબ આનંદ થયો અને તેમના આશીર્વાદ લીધા.

પૂજ્ય શાસ્ત્રીજી લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે જાગૃત કરવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે, જય સિયારામ, જય બાલાજી મહારાજ. ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રીજી પણ ગીતાબેન રબારીથી ખૂબ જ પ્રસન્ન થયેલાં હતા. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીતાબેન રબારીએ દિવ્ય દરબારમાં લાખો મેદની વચ્ચે હનુમાનજીની ધૂન ગાઈને સૌ કોઈને બાલાજી મહારાજની ભક્તિમાં લીન કર્યા હતા.

આ વીડિયોમાં તમે પણ જોઈ શકશો કે ગીતાબેન રબારીને અતિપ્રિય હનુમાનજીનું કીર્તન ” વીર હનુમાન, અતિ બળવાના ”  તેમજ ” રામ સિયારામ ” પોતાના સ્વરમુખે  ગાઈને દિવ્ય દરબારમાં અલૌકિક વાતાવરણ ઉભું કર્યું હતું. ખરેખર ગીતાબેન રબારીમાં સ્વરમાં આ ધૂન સાંભળીને સૌ કોઈ બાલાજી મહારાજની ભક્તિમાં મંત્રમુગ્ધ રહ્યાં હતાં. દરેકના મુખે માત્ર જય બાલાજીનો નાદઘોષ ગુંજી ઊઠ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!