Entertainment

શિક્ષિકાનને કિંમતી સોનાની કંઠી મળી! શિક્ષકો સાથે મળીને મૂળ માલિક શોધીને પરત કરીને માનવતા દાખવી.

આજના સમયમાં માનવતા ભાગ્યે જ જોવા મળે છે. આમ પણ કહેવાય છે ને ને ઈમાનદારી ભાગ્યે જ જોવા મળે છે. આજે સમય એવો થઇ ગયો છે કે, લોકોને 10 રૂ. મળે તો પણ લોકો દેવાનું નથી વિચારતા ત્યારે વિચાર કરો કે જો તમને સોનાની વસ્તુઓ મળે તો શું કરો? ખરેખર આજના સમયમાં સોનાની કિંમત બહુ વધારે છે ત્યારે કોઈપણ વ્યક્તિનાં મનમાં લાલચ આવવી એ પણ સ્વાભાવિક છે.

ત્યારે હાલમાં જ એવી એક ઘટના બની જેમાં એક શિક્ષકને સોનાની કંઠી મળી જેની કિંમત અંદાજે 70000 રૂપિયા થી પણ વધારે હતી. હવે આ શિક્ષક પોતાને મળી આવેલ કંઠીને પોતાની પાસે રાખવા નાં બદલે પરત કરવા માટે મૂળ માલિક ને શોધવાનું પ્રયત્ન કર્યો હતો. ત્યારે ખરેખર આ વ્યક્તિની કાનગીરી ને સૌ કોઈ વખાણી રહ્યું છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ ન પ્રેરણાદાયી છે.

ગમે તેવી મહામારી આવે ને જાય કે કપરો કાળ ચાલતો હોય, આજે પણ સમાજમાં માનવીઓ માનવી જ છે, જેમનામાં લાગણીસભર દિલ ધબકે છે,અન્યોને ઉપયોગી થવાની ભાવના વિકસે છે અને કોઇ પર પરોપકાર કરીને પણ યાદ રાખવાની ભાવના નથી તેવા માનવીઓ આપણી આસપાસ જ છે અને તેના પુરાવાઓ મળતા રહે છે. મોરબીના શનાળા ગામ નજીકની સરસ્વતી વિદ્યાલયના શિક્ષિકા પૂજાબહેન મોરડીયા તથા હેતલબહેન વ્યાસને શનાળા ગામ પાસે રોડ પરથી અંદાજે રૂપિયા 70,000ની કિંમતની સોનાની કંઠી મળી આવી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,શિક્ષકોએ તુરંત મૂળ માલિકને શોધી પરત આપી દેવાનો નિર્ણય લઈ કંઠી સ્કૂલમાં જમા કરાવી આપી હતી . ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી સાર્થક વિદ્યામંદિર શનાળાના તમામ શિક્ષકો તથા સંચાલકોએ કંઠીના મૂળ માલિકને શોધવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે આ દાગીનાના મૂળ માલિકની ઓળખ મળતા બીજા દિવસે જ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેમને સ્કૂલે બોલાવીને બધા આધાર પુરાવાઓ ચકાસી કંઠી તેના મૂળ માલિકને પરત કરવામાં આવી હતી .

શનાળાના જ નિવાસી રામજીભાઈ શિરવી તથા તેમના પુત્ર રજનીભાઈ શિરવીએ ખોવાયેલી કંઠી પરત મળી જતાં હર્ષની લાગણીઓ અનુભવી હતી. ખરેખર આ ઘટના બાદ શાળા પરિવાર તથા કંઠી પરત કરનાર બહેનનો આભાર વ્યક્ત કર્યો અને શિક્ષકોની પ્રામાણિકતાને બિરદાવતા રોકડ રકમ પણ શાળાના બાળકોને શૈક્ષણિક ઉપયોગ માટે અર્પણ કરી હતી અને સૌથી ખાસ વાત હતી કે, સાર્થક વિદ્યામંદિર શાળા પરિવારે શિક્ષિકા બહેનોનું સન્માન કર્યું હતું પ્રામાણિકતા બતાવી આદર્શ શિક્ષકનું અભિનંદન પાઠવ્યા હતા ખરેખર આ એક ખૂબ જ પ્રેરણા દાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!