Politics

નવા મુખ્ય મંત્રી જાહેર થતા ની સાથે જ હાર્દિક પટેલ અને ગોપાલ ઈટાલીયા એ શૌ કહ્યુ?

ગુજરાત ના નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની પસંદગી જયાર થી થઈ છે ત્યાર થી રાજકારણ એ જોર પકડયું છે અને લોકોને પણ એ જાણવા મા ઘણી ઉત્સુકતા હતી કે તેવો ક્યાં થી છે. કેમ કે લોકો માટે આ એક દમ નવો ચહેરો હતો કેમ કે છેલ્લે સુધી નીતીનભાઈ પટેલ નુ નામ ચર્ચાઈ રહ્યુ હતુ અને જયારે ભુપેન્દ્ર પટેલ ના નામ પર મહોર લાગી ત્યારે સૌ કોઈ ચોકી ગયું હતુ હતુ. અને ત્યાર બાદ અનેક લોકો એ શુભકામના આપી હતી જેમાં વિરોધ પક્ષ ના નેતાઓ પણ હતા.

વિરોધ પક્ષ ના નેતાઓમા આમ આદમી પાર્ટી ના ગોપાલ ઈટાલીયા એ પણ નવા મુખ્યમંત્રી ને શુભેચ્છા આપતા ફેસબુક પર ફોટો મુકી ને લખ્યુ હતુ કે “ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાત ભાજપના છેલ્લા મુખ્યમંત્રી બનવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ…” અર્થાત ગોપાલ ઈટાલીયા એ કટાક્ષ સાથે શુભકામના આપી હતી અને ભાજપ ના છેલ્લા મુખ્ય મંત્રી તરીકે જણાવ્યા હતા.

આ ઉપરાંત કોંગ્રેસ ના હાર્દિક પટેલ પર ફેસબુક પોસ્ટ કરી ને લખ્યુ હતુ કે ” હું ગુજરાતના નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મારી શુભેચ્છાઓ પાઠવું છું. ભાજપે ગુજરાતમાં અંતિમ મુખ્યમંત્રી તમારા સ્વરૂપમાં બનાવ્યા છે, કારણ કે ગુજરાતની પ્રજા હવે તમને ઓછામાં ઓછા આગામી ૨૫ વર્ષ સુધી સત્તાથી દૂર રાખવાનું મન બનાવી લીધું છે. હવે મુખ્યમંત્રી બદલવાનો સમય નથી, પરંતુ સમગ્ર સત્તા બદલવાનો સમય નજીક આવી રહ્યો છે.”

આમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના બન્ને યુવા નેતાઓ એ કટાક્ષ સાથે શુભેચ્છા પાઠવી હતી અને ભાજપ ના છેલ્લા મુખ્ય મંત્રી તરીકે જણાવ્યા હતા. હવે આ બાબત કેટલી સાચી પડે છે તે તો આવનારી વાધાનસભા નો ચુંટણી મા જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!