નીરજ ચોપરા એ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં જીત્યું ગોલ્ડ મેડલ
આજનો દિવસ ભારત દેશ માટે સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આજે ભારતને 121 વર્ષ પછી એથ્લેટીક્સમાં સુવર્ણ પદક હાસિક કર્યું છે.! ખરેખર આ વર્ષે ભલે આપણા માટે ખરાબ રહ્યું પરતું આજે 13 વર્ષ પછી સોનાનો સૂરજ ઉગ્યો છે ટોક્યો ની ઘરતીમાં! આજે વાર શનિવાર છે અને હનુમાન દાદા અને શ્રી રામનું અતૂટ બંધનનો દિવસ છે, ત્યારે ભારતના એ મહાન દીકરા એ એટલે કે, નીરજ સુવર્ણ પદક અપાવી ને ભારતનું નામ રોશન કરી દીધું છે. આજે જ્યાં જુઓ ત્યાં માત્ર નીરજ ને સલામ કરી રહ્યા છે સૌ.
આજની સમી સાંજ ભારત માટે ઇતિહાસ પન્નામાં નીરજ ચોપરાનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કારણ કે એક તો 121 વર્ષની પ્રતીક્ષા આજે પૂર્ણ થઈ છે અને ભાલા ફેંકમાં પહેલી વાર અને 13 વર્ષ પછી પહેલીવાર ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે ત્યારે આનાથી રૂડો અવસર જગતમાં બીજો હોય જ ન શકે. 2018ની એશિયન ગેમ્સમાં નીરજે 88.06 મીટર દૂર જ્વેલિન ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ વખતે જ્વેલિનમાં ભારત માટે ગોલ્ડ મેળવનાર તેઓ પ્રથમ હતા. 2016માં અન્ડર 20 ચેમ્પિયનશીપમાં નીરજે 86.48 મીટર સાથે રેકોર્ડ નોંધાવ્યો હતો. એ તેની કારકિર્દીનો મહત્વનો પડાવ હતો. એ વખતે નીરજના ફેન દેશ-વિદેશમાં ફેલાયેલા હતા. અન્ડર-20માં રેકોર્ડ બદલ ફેસબૂકના માર્ક ઝકરબર્ગે પણ તેને અભિનંદન આપ્યા હતા.
નીરજ ચોપરા ભારતીય ભાલા ફેંકના ખેલાડી છે. ઓલિમ્પિકમાં તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતના ઈતિહાસમાં મળેલો આ નવમો ગોલ્ડ મેડલ છે. તો વળી એથ્લેટિક્સમાં મળેલો પ્રથમ ગોલ્ડ છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નીરજ ચોપરા હકીકતે પ્રોફેશનલ ખેલાડી નહીં પણ ભારતીય સૈન્યમાં જુનિયર કમિશન્ડ ઓફિસર (નાયબ સુબેદાર) છે. 2016માં તેઓ સૈન્યમાં ભરતી થયા હતા. સૈન્યમાં અસાધારણ પ્રદર્શન માટે તેમને વિશિષ્ટ સેવા મેડલ મળી ચૂક્યો છે.
નીરજ ચોપરા હરિયાણાના પાણિપતના ખાન્ડ્રા ગામથી આવે છે. 1997ની 24મી ડિસેમ્બરે તેનો જન્મ થયો હતો. તેમના પિતા સતિષકુમાર ખેડૂત છે. હકીકત એ છે કે નીરજ નાનપણમાં ઓબેસિટી (મેદસ્વીતા)થી પીડાતો હતો. 11 વર્ષની વયે તેનું વજન 90 કિલોગ્રામ જેટલું અસાધારણ હતુ. એ પછી તેના પરિવારે જીમમાં દાખલ કર્યો એને તેને રમત-ગમતમાં રસ પડતો થયો. અહીં જ પહેલી વાર ભાલા ફેંકનો પરિચય થયો અને પછી એમાં રસ પણ પડ્યો.ટોકિયો ઓલિમ્પિક પહેલા જ જૂનની 26 તારીખે નીરજ ચોપરાએ ફિનલેન્ડમાં યોજાયેલી ગેમમાં 86.79 મીટર દૂર ભાલા ફેંક કરી દેખાડી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.નીરજના કોચ જર્મનીના Uwe Hohn છે. Uwe Hohn જગતના એકમાત્ર ખેલાડી છે, જેઓ ભાલાફેંકમાં 100 મીટરથી વધારેની સિદ્ધી મેળવી શક્યા હોય. Uwe Hohnના નામે 104.80 મીટરનો રેકોર્ડ છે. 1986માં તેમણે એ રેકોર્ડ નોંધાવ્યો હતો, ત્યારે તેમના નેતુત્વમાં આજે ભારતને સુવર્ણ પદક અપાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે નિરજ ચોપરાએ…