બાપા સીતારામે ગોવિંદ પટેલનું દેવું ચૂકવ્યું! બાપાના આર્શીવાદથી કરોડો રૂપિયામાં આળોટવા લાગ્યાં…
બાપા સીતારામએ પોતાના જીવનકાળમાં પોતાના ભક્તોને અનેક વખત પરચા આપ્યા છે, તેમાં સૌથી અદભૂત અને યાદગાર પ્રસંગ હોય તો તે છે, વલ્લભીપુરના કાનપર ગામનો જ્યાં બાપુએ ગોવિંદ પટેલનું દેવું ચૂક્વ્યુ હતું. કહેવાય છે ને કે જગતના નાથ જો નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી શકતા હોય તો પછી આ તો બગદાણા ના ઘણી બાપાસીતારામ તેમના ભક્તોના દુઃખ દૂર કેમ ન કરે.
કાનપર ગામમાં ગોવિંદ પટેલ બાપા સીતારામની ભક્તિમાં રંગે રંગાયેલા અને પોતાનું સર્વસ્વ બાપાને સમર્પિત કરી દિધેલ.આમ પણ કહેવાય છે ને કે ભગવાન સાચા ભક્તોની આકરી કસોટી કરે છે, એ જાણે છે કે તેનો ભક્ત ક્યારેય નહીં ડંગે. ગોવિંદ પટેલ પર એક પછી એક ત્રણ દુષ્કાળ આવ્યા અને તેના માથે લેણા ની ચિતા વધિ અને જેને લેણું હોય એના માટે શુ દિ ને શુ રાત! પોતાનું જીવતર ઝેર જેવું થઈ ગયું હતું. તેમે કપાસ માટે રાખેલ 18000 માંથી કપાસ વાવ્યા અને એમાં 8000 રૂ.ઉપજ આવતા તેણે નક્કી કર્યું આ બાપા ને આપી દઉં એટલે મારા માથે થી ભાર ઉતરે.
અંતિમ વખત બાપા નાં દર્શન કરીને ગોવિંદ પટેલ ઘરે આવીને કપાસમાં છાટવાની ઝેરી દવા પી ગયા અને ત્યારે બગદાણાનાં બાપા કહ્યુ કે જલ્દી ગાડી કાઢો મારો ગોવિંદ મને ભૂંડું લગાડશે. ત્યારે બાપા તેની વાડીએ પોહચી કહે છે ગોવિંદ ને શુ મરવાના ઢોગ કરે છે એમ કહીને વાહમાં બે ધબા માર્યા અને ઝેરી દવા બહાર આવી ગઈ અને ગોવિંદ જીવ પાછો ખોડીયામાં આવ્યો.
ગોવિંદ પટેલ કહ્યું કે બાપા મારા માટે દેવું થઈ ગયું છે, હવે હું જીવી શકું તેમ નથી. ત્યારે બાપા કહ્યું બોલાવ તારા બધા લેણદારોને! જો ઠાકર નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી શકે તો હું તારું દેવું ન ચૂકવી શકું. પછી તો બાપા ગામમાં 6 દિવસ સુધી ગામમાં રહીને કરીયાણાવાળા થી લઈને ઘંટીવાળા નાં પૈસા ચૂકવ્યા. કહેવાય છે કે બાપાની દયા થી ગોવિંદ પટેલ ની પછી તો જમીનમાંથી એવી ઉપજ થઈ કે, તેઓ કરોડો રૂપિયામાં આળોટવા માંડ્યા. આ છે બાપા બજરંગદાસ નો પરચો.