પેરાલિમ્પિકમાં ભારતનું ગૌરવ વધારનાર ભાવિના પટેલ ગોલ્ડ જીતવા માત્ર એક કદમ દુર,
ખરેખર ભાગ્યશાળી હોયને ત્યાં જ દીકરી નો જન્મ થાય છે. આજમાં સમયમાં દેશની અનેક દીકરીઓ દરેક ક્ષેત્રમાં મોખરે છે કે, પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે આજે અમે જણાવીશું કે, કંઈ રીતે ગુજરાતની એક દીકરી એ વિશ્વ ફ્લકે ગુજરાતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. જેને મોદી જી એ પણ અનેક ગણી શુભેચ્છાઓ આપી છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે,
ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. 29 ઓગસ્ટે ગુજ્જુ ખેલાડી ઈતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે. આની પહેલા ભાવિના સતત ત્રણ મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચી હતી. ભાવિનાએ સર્બિયન પ્લેયર બોરિસ્લાવા રેન્કોવિકને વુમન.ભાવિનાના બેક ટુ બેક આક્રમક પ્રદર્શનને જોતા લાગે છે કે તે ફાઇનલમાં ગોલ્ડ મેડલ પણ જીતી શકે છે.
મહેસાણાનું સુઢિયા ગામ ગૌરવ અનુભવી રહ્યું છે, દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું જ દૂર છે. ભાવિના પટેલના પિતા ખેડૂત છે અને તેઓ કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી.
ભાવિના પણ પિતાના આર્થિક ભારણને ઓછું કરવા અમદાવાદ સિવિલમાં નોકરી કરવા લાગી હતી. આજે ભાવિના પર માત્ર તેનું ગામ જ નહીં, પરંતુ સમગ્ર ભારત ગૌરવ કરી રહ્યું છે. ભાવિનાના પિતાને આશા છે કે ભાવિના ગોલ્ડ મેડલ જીતશે.કહેવાય છે ને કે, જીવનમાં ભગવાન તમને કંઈક ખોટ આપે છે તો તેમની સાથે બીજું ઘણું બધું આપતો હોય છે, જે આપણે પારખી નથી શકતા
. આ યુવતી બાળપણથી પોલિયોની અસર થતાં તેના બન્ને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. કહેવાય ને મન થી ક્યારેય નહીં હારવાનું અને આ યુવતું જ્યાં તેણે ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઇને આ સ્પોર્ટ્સમાં કંઇક કરવાની ઇચ્છા જાગી હતી આખરે તેનું પરિણામ આપણી સૌની સમક્ષ છે. ત્યારે આજે તેમના ઘરોમાં અનેક મેડલો અને ટ્રોફી છે. ત્યારે ખરેખર આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ આ દીકરી ગોલ્ડ મેડલ જીતીને આપણા સૌનું દિલ જીતી લે!