ગુજરાતનાં આ ઉધોગપતિએ 147 ગામોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતીકૃતિ સ્થાપવાનો સંકલ્પ કર્યો, અત્યારસુધી111 ગામોમાં પૂર્ણ…..

ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતને સ્ટેચ્યું ઓફ યુનિટીની ભેટ આપી જે આજે વિશ્વ ફ્લકે આકર્ષણનું અને એકતાનું પ્રતીક બન્યું છે. હવે એક એવા વ્યક્તિની આજે આપણે વાત કરીશું જેમણે 147 ગામમાં લાગશે 8 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાનો સંકલ્પ કર્યો અને અત્યારસુધીમાં 111 ગામમાં સ્ટેચ્યુ લગાવ્યાં છે. ચાલો આ વ્યક્તિ વિશે જાણીએ.

સરદાર એકતાનું પ્રતીક છે એ સંદેશ વિશ્વ અને આવનાર પેઢી જાણે તેમજ  સરદારના યોગદાનને આવનાર પેઢીન ભુલે તે ઉદેશ સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 147મી જન્મ જયંતિ આવી રહી છે. તે નિમીતે ચમારડીના ઉદ્યોગપતિ ગોપાલભાઇ વસ્તરપરાએ 147 ગામોમા 8 ફુટ ઉંચાઇનુ સ્ટેચ્યુ ઓફ યુનિટી લગાવવાનો સંકલ્પ કર્યો છે. અત્યાર સુધીમા 111 ગામોમા સ્ટેચ્યુ લાગી ચુકયુ છે.

આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સમાન 147 સ્ટેચ્યુ બનાવવાનુ કામ હાલ પુરજોશમા ચાલી રહ્યું છે. બલકે 111 સ્ટેચ્યુ તૈયાર પણ થઇ ગયા છે અને તેને જુદાજુદા ગામોમા અલગ અલગ સ્થળે લગાવી દેવામા આવ્યા છે..આધુનિક સોમનાથ મંદિરના નિર્માણનો પાયો પણ સરદાર વલ્લભભાઇ પટેલે જ નાખ્યો હતો. અને એટલે જ ગોપાલભાઇ  પોતાના વતન બાબરા તાલુકાના ચમારડી ગામથી લઇ સોમનાથ સુધીના રસ્તા પર  ગામમા આ સ્ટેચ્યુ લગાવવાનુ શરૂ કર્યુ છે.

જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક ગામોમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લગાવવામા આવશે. અને આ રીતે તેમની જન્મ જયંતિ પર અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવશે.​​​​​​ખાસ વાત એ કે, મોટાભાગની પ્રતિમાઓ શાળા અને કોલેજ જેવા શૈક્ષણિક સંકુલોમા લગાવવા નિર્ણય કરાયો છે જેથી બાળકો સરદારને જાણી શકે. ​​​​​​​

તને જણાવીએ કે  ​​​​​​​ગોપાલભાઇ વસ્તરપરાના રાજકોટમા રહેતા મિત્રની ફેકટરીમા જ 8 ફુટ ઉંચા સ્ટેચ્યુ તૈયાર કરવામા આવ્યા છે. જેના માટે ખાસ ડાઇ બનાવાય છે. જેમ જેમ સ્ટેચ્યુ બનતા જાય છે તેમ તેમ જુદાજુદા ગામોમા લગાવી દેવાયા છે. આ સ્ટેચ્યુ ફાયબર મટીરીયલમાથી તૈયાર કરાયા છે. ખરેખર આ સંકલ્પ એકતાની સરદાર પટેલનાં સમર્પણ માટે સદાય અમૂલ્ય બની રહેશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *