Gujarat

ગુજરાત ફેમસ સિંગર કીંજલ દવે નુ પંજાબી સોંગ રીલીઝ થયું ! જુઓ વિડીઓ કેવુ લાગ્યુ અને જણાવો….

ગુજરાતની કિંજલ દવે ગરબા અને લોકગીતો માટે જાણીતી છે, તેણે પંજાબી મ્યુઝિકની દુનિયામાં ડગલું માડ્યું છે. પ્રખ્યાત પંજાબી ગાયક જસબીર જસ્સી સાથે કિંજલ દવેએ મર્ચન્ટ રેકોર્ડ્સ દ્વારા પ્રસ્તુત ‘ જેલર્સ નામના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેકમાં પોતાનો સુંદર અવાજ આપ્યો છે. પંજાબી બીટ્સ અને કન્ટેમ્પરરી સાઉન્ડનું ફ્યુઝન દર્શાવતું આ ગીત 2 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થયું ત્યારથી જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

કિંજલ દવેનો મધુર સ્વર અને જસબીર જસ્સી અનુભવની સાથે મળીને આ સંગીતની દુનિયામાં પંજાબી અને ગુજરાતીઓ સિંગરનો સુમેળ બન્યો છે. આ સોન્ગ ખાસ કરીને યુવા પેઢીમાં ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. સલીમ-સુલેમાનના સંગીતથી આ સોંગ ખુબ જ મજેદાર લાગી રહ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે કિંજલ દવે તેના લોક અને ગરબા હિટ ગીતો માટે જાણીતી છે, ત્યારે પંજાબી સંગીતના દ્રશ્યમાં તેનું સાહસ એક કલાકાર તરીકે તેની બહુમુખી પ્રતિભા દર્શાવે છે.

કિંજલ દવેની આજે દેશ વિદેશમાં બોલબાલા છે, ત્યારે હવે આ પંજાબી સોન્ગ દ્વાર કિંજલ દવેની લોકપ્રિયતામાં પણ ખુબ જ વધારો થશે.કિંજલ દવે અને જસબીર જસ્સીની જુગલબંધી દ્વારા આ સોન્ગ માત્ર પંજાબના લોકોને જ નહિ પણ ગુજરાતીઓને પણ ખુબ જ પસંદ આવી રહ્યું છે, હાલમાં સોશિયલ મીડિયામાં આ સોન્ગ ફેમસ થઇ રહ્યું છે અને ઇન્સ્ટામાં રીલ્સ પણ બની રહી છે.

તમને જણાવી દઈએ કે જ્યારે આ સોન્ગ રિલીઝ થયું ત્યારે કિંજલ દવે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતા અને હાલમાં પણ કિંજલ દવે ઑસ્ટ્રેલિયામાં જ છે અને જ્યાં નવરાત 2023માં ગરબાની રમઝટ બોલવા માટે સહ પરિવાર સાથે ગયેલ છે. જ્યા કિંજલ દવેના તાલે ગુજરાતીઓ ગરબા રમી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેની ખાસ તસવીરો સામે આવી રહી છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!