આ દિકરી જે કાર્ય કરે છે એ જાણી ને તમે સલામ કરશો, શહીદ ના પરીવાર….

આજના સમયમાં દીકરાઓ થી વધુ તો આગળ દીકરીઓ આવી રહી છે. આજે સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. રાજકારણ થી લઈને અંતરિક્ષ સુધી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ત્યારે આજે આપણે જાણીશું એક એવી દીકરી વિશે જેને પોતાનું જીવન દેશની રક્ષા અર્થે સમર્પિત કર્યું છે.

નડિયાદની વિધી જાદવએ અત્યાર સુધીમાં 275 શહિદ પરિવારને આર્થિક સહાય કરી અનોખી સેવા કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમજ કાર્ય બદલ તેને રાજ્ય સરકારે યુથ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી.નડિયાદની વિધી જાદવ જ્યારે 14 વર્ષની હતી ત્યારે ટીવી ચેનલ પર સમાચાર જોતા સમયે શહીદની પુત્રીને રડતાં જોઈ હચમચી ગઈ હતી. શહીદ પરિવાર માટે કંઇક કરવાની જીદ તેણે તે સમયે જ પકડી લીધી.

આ વાત તેણે પિતાને કરી અને પિતાએ પણ દીકરીને સાથ આપવાનું નક્કી કર્યું. શહીદ પરિવારને રૂપિયા પાંચ હજારની આર્થિક મદદ કરવાનું અભિયાન ઉપાડ્યું. આજે પાંચ વર્ષમાં આ દીકરીએ 275 શહીદોના પરિવારને મળી તેમને પાંચ હજારની સહાય આપી છે. તેની આ કામગીરી બદલ રાજ્ય સરકાર તરફથી તેને રાજ્ય યુવા એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું.

મહત્વની વાત એ છે કે આ માટે હજુ સુધી કોઇ સામે હાથ ફેલાવ્યો નથી. જોકે તેના આ ઉમદા કાર્યની સુવાસ અનેક સંસ્થા અને દાતાઓ સુધી પહોંચતા સ્વયંભુ લોકો વિધીને મદદરૂપ થવા આગળ આવી રહ્યાં છે. વિધી વાર તહેવારે તમામ શહીદના પરિવારનો સંપર્ક કરી ઘરે જઇને તેમના સુખ-દુઃખમાં સહભાગી પણ બને છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તેને સન્નમાન મળેલ છે. ખરેખર વંદન છે આ યુવતીના કાર્ય ને જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે.

 

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *