Entertainment

રાજ્ય ના આ જીલ્લા ઓ મા વરસાદ ભુકા કાઢી નાખ્યા અને હજી આગામી 4 દિવસ અતી ભારે વરસાદ ની આગાહી ! જાણો કયાં…

ખરેખર હાલમાં મેઘરાજા ગુજરાત પર મુશળધાર વરસ્યા છે. ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, ત્યારે અનેક શહેરોમાં પાણી ભરાઈ આવ્યા છે. તેમજ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, આગામી ચાર દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ થશે તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે આગાહી છે.

ગઇ કાલ થી જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે. તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર ના રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી વરસાદ ખાબક્યો છે. આખું વરસ ભગવાને વરસાદની રાહ જોવડાવી પરતું સીઝનના અંતમાં ભારે વરસ્યા છે. અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે.

ખરેખર વરસાદ આવવાથી નવા નીર આવ્યા છે તેથી સૌ કોઈમાં ખુશીઓનો માહોલ છે તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોનો ઉભો પાક વરસાદને કારણે બચી ગયો છે.આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.ખાસ કરીને રાજકોટ તેમજ અન્ય શહેરો નાં ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!