27 જુલાઈ સુધી સમગ્ર રાજ્ય મા ભારે વરસાદ ની આગાહી, આ જીલ્લા મા લાગ્યુ રેડ એલર્ટ

હાલમાં ચોમાસાની ઋતુ ધમાકેદાર ચાલી રહી છે. હાલમાં જ્યારે વરસાદ જોરદાર વરસી રહ્યો છે ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે જેના લીધે સૌ કોઈ ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે, બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના લીધે આજરોજ .નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાવમ આવ્યું તમેજ ખાસ કરીન સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આજે  24 કલાક દરમિયાન રાજ્યના લગભગ તમામ તાલુકામાં વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ ગોંડલમાં નોંધાયો હતો. અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો.

ગુજરાતમાં શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજ સવાર થી જ  ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે.

ઉત્તર ઝોનના નરોડા અને કોતરપુર, દક્ષિણ ઝોનના મણિનગર અને વટવા તેમજ પૂર્વ ઝોનના ચકુડિયા અને રામોલમાં વરસાદ પડ્યો ન હતો. લો-પ્રેશરની અસરથી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાનના સરહદી વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં રવિવારે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના અકાળા, લુવારીયા,અંટાળીયા, જેવા આસપાસના ગામડામા વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલી શહેરમા 1 કલાક સુધી વરસાદ ખાબકતા સુખનાથ પરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સવાર થી જ વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે હજુ સાંજ સુધી વધુ થઈ શકે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *