Gujarat

ગુજરાત મા ફરી જામ્યો વરસાદી માહોલ! જાણો કયા ક્ષેત્ર મા વરસાદ પડ્યો

આ વર્ષ ચોમાસુ નબળુ રહ્યુ છે પરંતુ હજી એક છેલ્લા વરસાદ ની આશા હતી એ પુરી થાશે એવુ લાગી રહ્યુ છે કારણ કે ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખાસ કરીને વલસાડ જીલ્લા મા સારોએવો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરી ને વલસાડ ના વાપી અને ઉમરગામ તાલુકા મા સારો એવો વરસાદ વરસ્યો છે.

સવારે 8થી 10 દરમિયાન ઉમરગામ અને વાપીમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ બાદ મેઘરાજા જન્માષ્ટમી ની રાત થી મહેરબાન થયે હતા અને મન મુકી ને વરસ્યા હતા. Divya bhaskar ના અહેવાલ મુજબ રાત્રે 2 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 171 mm, વાપી તાલુકામાં 146mm, પારડી 51mm, કપરાડા 45mm, વલસાડ 41mm અને ધરમપુર 08mm વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભાવનગર જીલ્લા મા પણ અનેક જગ્યા એ આજે મેઘરાજા ની પધરામણી થઈ હતી. ભાવનગર શહેર મા આ ચોમાસા મા નહીવત વરસાદ થયેલો પરંતુ આજ બપોર બાદ વરસાદી માહોલ જામતા શહેરીજનો ને ગરમી માથી રાહત મળી હતી.

આ ઉપરાંત ગઈ કાલે પાટણ મા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અને અરવલ્લી મોડાસા અને માલપુર મા અને સૌરાષ્ટ્ર ના અનેક ગામો મા વરસાદી માહોલ જામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!