Gujarat

ગુજરાતના લોકપ્રિય ખજુરભાઈએ પરિવાર સાથે કર્યા પોતાના કુળદેવી માં સિહોરીનાં દર્શન, જુઓ ખાસ તસવીરો સાવી સામે

ગુજરાતના લોકપ્રિય ખજુરભાઈ હમેશાં પોતાના કાર્યમાં લીધે ચર્ચામાં રહે છે, હાલમાં જ ખજુરભાઈએ પોતાના પરિવાર અને ટીમ મેમ્બર્સ સાથે માં અંબાજીના દર્શન કર્યા હતાં. આ તસવીરો સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. હાલમાં ફરી એકવાર ખજુર ભાઈ પોતાના પરિવારના સભ્યો અને ટીમ મેમ્બર્સ સાથે પોતાના કુળદેવી મા સિહોરનાં દર્શનાર્થે પહોંચ્યા.

Oplus_131072

ખજુરભાઈના પત્ની મીનાક્ષી દવે એ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો છે. આ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે, ખજુર ભાઈએ પોતાના માતા અને ભાઈ તેમજ પત્ની સાથે કુળદેવી સિહોરી માતાજીના દર્શન કર્યા. ખરેખર આ વિડીયો જોઇને તમે પણ દિવ્યતા અનુભવશો તેમજ ખજુરભાઈના વખાણ કરતા નહી થાકો કારણ કે ખજુર ભાઈ એ પોતાના માતાને હાથ પકડીને, પોતાના કુળદેવીના સાનિધ્યમાં લઈ ગયા.
Oplus_131072

તેમના માતાની ઉંમર થઈ જતાં, માતાજીના મંદિરના પગથિયાં ચઢવા અતિ કપરા હતા પરંતુ તેમનો પુત્ર અને પુત્રવધૂના સહારે તેઓ માતાજીના સાનિધ્યમાં પહોંચ્યા. ખરેખર આ વિડીયો જોઇને એટલું ચોક્કસ સમજાય કે, ખજુરભાઈ અને મીનાક્ષી દવે પોતાના માતાની ખૂબ જ સેવા કરે છે અને અતૂટ પ્રેમ અને લાગણી ધરાવે છે. ખરેખર ખજુરભાઈ એ સૌ ચાહકોનું દિલ જીતી લીધું.
Oplus_131072

સૌથી ખાસ વાત એ છે કે, ખજુરભાઈ એક લોકપ્રિય વ્યક્તિ હોવા છતાં પણ તેઓ માતાજીના દર્શન કરવા એક સામાન્ય વ્યક્તિની જેમ પહોંચ્યા. કોઈપણ પ્રકારની સિક્યોરિટી કે સુવિધા વગર તેઓએ પગપાળા માતાજીના દર્શન કર્યા તેમજ મંદિર પરિસરમાં હાજર સૌ માતાજીના ભક્તો અને તેમના ચાહકો સાથે ફોટોઝ અને સેલ્ફી ક્લિક કરાવેલ.
Oplus_131072

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!