નરેશ કનોડીયા તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ આ ફિલ્મો ના સ્વરુપ મા સંદાય આપણા દિલ મા રહેશે ! જાણો તેમની ખાસ ફિલ્મો વિશે

ગુજરાતી સિનેમા કલાકારો તો અનેક થઈ ગયા પરતું જો ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર તરીકે કોઈને યાદ કરવામાં આવે તો તે છે નરેશ કનોડિયા. આજે આ દુનિયામાં થી ભલે વિદાઈ લઈ લીધી હોય પરંતુ આજે તેમની ફિલ્મો તેમની હયાતી મહેસુસ કરાવે છે. એક વાત શક્ય છે કે, એક કલાકાર ક્યારેય મરતો જ નથી કારણ કે તેને ભજવેલ પાત્ર દ્વારા તે હંમેશા દર્શકોના હદયમાં જીવંત રહે છે. ખરેખર આજે આપણે જાણીશું નરેશ કનોડિયાની એવી ફિલ્મો વિશે જે ખૂબ જ લોકપ્રિય છે.

નરેશજીની ફિલ્મો વિશે જાણતાં પહેલા એક નજર તેમના જીવન પર કરીએ.તેમનો જન્મ ગુજરારાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ હતા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે તેમનું અવસાનકોવિડ-૧૯ના કારણે થયું હતું.તેમના ભાઇ મહેશ ૨ દિવસ પહેલા અવસાન પામ્યા હતા.ખાસ વાત એ કે બને ભાઈ ખૂબ જ મહેનત કરીને ગુજરાતી સિનેમામાં પોતાનું નામ બનાવ્યુ.

ગુજરાતી સિનેમાની નરેશ કનોડિયા અનેક ફિલ્મો આપી છે.
જોગ-સંજોગ,હિરણને કાંઠે,મેરૂ માલણ, ઢોલા મારૂ, માબાપને ભૂલશો નહી, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત ,ભાથીજી મહારાજ, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, ઊંચી મેડી ને ઊંચા મોલ જેવી અનેક ફિલ્મો છે.નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે, આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.

તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા હતા.ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં ખરેખર ગુજરાતી સિનેમા નરેશ અને મહેશ બને ભાઈઓનું મહત્વનું યોગદાન છે. જેના માટે સદાય ગુજરાતી સીનેમાં તેમને યાદ કરશે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *