Entertainment

બાપા ના ભક્તો માટે મોટા સમાચાર આ વર્ષે, બગદાણા ગુરુ પૂર્ણિમા…

હાલમાં જ આગામી 24 મી તારીખે ગુરુપૂર્ણિમાનો અવસર આવી રહ્યો છે, ત્યારે આ વર્ષે ગુરુ પૂર્ણિમાનો અવસર માત્ર ઓનલાઈન પૂરતો સીમિત રહી ગયો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌરાષ્ટ્રમાં અનેક એવા તીર્થ ધામો આવેલા છે જે, આપણા માટે આસ્થાનું કેન્દ્ર છે જ્યાં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ રાજી ખુશી થી ઉજવાય છે.

જ્યાર થી કોરોના આવ્યો છે, ત્યારથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે.કોરોના કાળમાં સતત બીજા વર્ષે પણ ગુરુપૂર્ણિમા પર્વે ગુરુ અને શિષ્યનું રૂબરૂ મળવું સંભવ નહીં બને, ગોહિલવાડના પ્રસિદ્ધ બગદાણા ગુઆશ્રમ ઉપરાંત અન્ય ધર્મસ્થાનકોમાં ગુરુપૂર્ણિમા પર્વ ઓનલાઇન ઉજવવામાં આવશે.ગુરુ આશ્રમ ટ્રસ્ટ મંડળ દ્વરા ઓનલાઇન ઉજવણી કરવા સતાવાર જાહેરાત કરી દેવાઈ છે.

બજરંગદાસ બાપાના ધામ બંગદાણા ખાતે આગામી ગુરુપૂર્ણિમા મહોત્સવની તારીખ ૨૪ ૭૨૦૨૧ને શનિવારે ઓનલાઇન ઉજવણી કવામાં આવશે આશ્રમ ખાતે સવારના સવારના ૭. ૩૦થી ૯.૩૦ સુધી પૂજા વિધિ અને ધજા પૂજન, ધ્વજારોપણ અને પરંપરાગત ગુરૂ પૂજન ના કાર્યમાંથશે.

ત્યાર બાદ ૯:૩૦ થી આરતી, થાળ વગેરે ધશે. જેનો ઓનલાઇન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્તમાન દિવસોન લીધે સરકારની ગાઈડલાઈન મુજબ ગુરુપૂર્ણિમા મહોત્સવ youtube ચેનલ, facebookના માધ્યમથી જીવંત પ્રસારણ દ્વારા સૌ ભાવિક ભક્તજનોએ ઘર બેઠા દર્શન પૂજનનો લાભ લેવા જણાવાયું છે. ખરેખર આ કોરોના લીધે આજે બધું જ પ્રત્યક્ષ ને બદલે પરોક્ષ રીતે થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!