Religious

ગુરુની કૃપા થી રાશિજાતકોનો આજનો દિવસ ધનવર્ષા અને ખુશીઓનોથી ભરપૂર હશે.

ગુરુવાર નાં દિવસે ગુરુની કૃપા સદાય રાશિજાતકો પર રહે છે. આજનો દિવસ 12 રાશિજાતકો માટે કેવો રહેશે તે આપણે જાણીશું. કહેવાય છે ને કે, સમયના સાથે ઘનિવાર આપણું ભાગ્ય બદલાય જાય છે. દરેક દિવસ સારો કે ખરાબ નથી હોતો. આજનો દિવસ ક્યાં રાશિજાતકો માટે સારો રહેશે તે જાણીશું

મેષ – આજના દિવસે આકસ્મિક ધન લાભ થવાની શકયતા છે તેમજ. ઘરના મહેમાનોનું આવશેજેથી આજે સાદર ભાવ રાખવો.આધિપત્યનું આ વલણ આપનામાં અસલામતી ઊભી કરશે. આથી અવિચારી વર્તન કરો એવી શક્યતા છે.

વૃષભ આજે તક ઝડપવી લોકો સમક્ષ આપના પ્રતિભાવો તત્‍કાળ પ્રગટ કરશો. લલિતકળા, ડિઝાઇનિંગ ગ્રાફિક્સ, ફોટોગ્રાફીના ક્ષેત્રમાં કામ કરતા માટે દિવસ ઘણો લાભદાયી રહેશે.

મિથુન આજે આપ થોડી ઉદાસીનતાનો અનુભવ કરશો. એનું કારણ કદાચ નિકટના સ્‍વજનોનો વિરહ ૫ણ હોઈ શકે છે. આજે અચાનક આપના સ્વભાવમાં ગુસ્‍સો વધવાથી આપ ખોટી દલીલો કરવા પ્રેરાશો.

કર્ક  ગુરુ કૃપા આપની સાથે છે એથી આપ જે કંઈ વિચારશો કે કોઈ વ્યુહરચના અપનાવશો એમાં આપને સફળતા મળશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારી સફળતા મેળવી શકશે.

સિંહ કારકિર્દીમાં પ્રગતિના વિચારો સતત આપના મનમાં ઘુમરાયા કરશે. આપ આપના વિચારો અને અભિપ્રાયોમાં દૃઢ રહેશો. હાથ નીચે કામ કરતા સહકર્મચારીઓને આપ મનમાની નહીં કરવા દો.

કન્યા ઉચ્‍ચ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સારી સફળતા મળશે. દિવસ દરમ્‍યાન આપના મિજાજમાં આવતા પરિવર્તનને કારણે સ્‍વભાવમાં થોડો ગુસ્સો અને ચીડિયા૫ણું રહે.ધનલાભ થશે.

તુલાકોઈ ૫ણ નવું કામ કરવા માટે આજનો દિવસ શુભ છે. ઑફિસમાં આપના શિરે નવી જવાબદારીઓ આવી પડશે. જે કામ હાથમાં લેશો એ સરળતાથી પાર પાડી શકશો.

વૃશ્ચિક ધન લાભ થશે તેંમજ આજનો દિવસ માર્કેટિંગ ક્ષેત્રના તમામ લોકો માટે સફળતાનો રહેશે. આપ નવાં સાહસો શરૂ કરશો. લોકો એ માટે આપની પ્રશંસા કરશે અને એનું ફળ મળી રહેશે. આ સફળતાથી આપ ખુશ થશો.

ધનુ આજે આપ ઘર અને ઑફિસમાં કોને પ્રાથમિકતા આપવી એની દ્વિધામાં પડેલા હશો. આપને આપના મિત્રો અને સ્‍વજનો સાથે સમય વિતાવવાનું મન થશે તો બીજી તરફ ઓફિસનું ટેન્‍શન હશે.

મકર ગુરુદેવ ની કૃપા થી લાગે છે કે આપના મનમાં લાગણીઓનું ઘોડાપૂર આવી શકે છે. તેમની સલાહ છે કે આજે આપે અગત્યની મુલાકાતો કે વેપારી સાહસો તેમ જ નવાં કાર્યો મોકૂફ રાખવા જોઈએ.

કુંભ આજે આપનું ધ્યાન તમારી કારકિર્દી ૫ર રહે એ જરૂરી છે. આપના ઉચ્ચ અધિકારીઓ પણ કામ પ્રત્યેની આપની લગનને જાણી શકશે. આ બાબતનો લાભ આપ તાત્કાલિક નહીં મેળવી શકો.

મીન  આજે આકસ્મિક અટવાયેલા પૈસા તમને ફરીથી મળી શકે છે. આજે કોઈ વ્યક્તિનું આગમન થશે જે આપના જીવનમાં વિજાતીય પાત્ર મહત્ત્વની ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!