India

અહીંયા પાતાળમાંથી પ્રગટ થયા હનુમાનજી! 400 વર્ષ જૂની પ્રતિમાની ઊંચાઈ વધતી જ રહે છે કારણ કે…

જગતમાં સૌથી વધુ જો કોઈની પૂજા સૌ કોઈ નિયમિત કરતા હોય તો તે છે સૌના કષ્ટ હરનાર બજરંગ બલી! આપણે જાણીએ છે કે હનુમાનજી દરેક અવતારે પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે અને ભારતભરમાં હનુમાનજીના મંદિરો આવેલા છે, ત્યારે આજે આપણે એક એવા ચમત્કારી હનુમાનજી ની વાત કરીશું જે સ્વંયમ પ્રગટ થયા છે અને આજે અનેક ભક્તોના દુઃખોને દુર કરે છે, ત્યારે ખરેખર આનાથી વધુ કોઈ ચમત્કાર શું હોય શકે.

છત્તીસગઢના બાલોદ જિલ્લાના કમરૌદ ગામમાં 400 વર્ષ જૂની ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા છે અને ચમત્કાર ની વાત તો એ છે કે, આ પ્રતિમાનો આકાર તથા ઊંચાઈ વધે છે. ત્યારે ખરેખર ભક્તોને હનુમાનજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલ છે. કહેવાય છે કે જમીનમાંથી આ મૂર્તિ નીકળી હોવાથી તેને ભૂફોડ બજરંગબલીના નામથી છત્તીસગઢમાં લોકપ્રિય છે. આ મંદિરની પ્રસિદ્ધિને જોતા આ સ્થળને પર્યટન સ્થળ બનાવવાની માગણી ગામના લોકો તથા મંદિરની સમિતી કરે છે.

મંદિરની ખાસિયત એ છે કે જે પણ અહીંયા આવીને સાચા મનથી ભગવાનનું નામ લે છે, તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આથી જ લોકોની આસ્થા વધી છે. મંદિરને ભવ્ય રૂપ આપવા માટે દાનદાતાઓની મદદથી બાંધકામ કરાવવામાં આવી રહ્યું છે. મંદિર 400 વર્ષથી વધુ જૂનું છે. મંદિરની વાસ્તવિક સ્થિતિ તથા કઈ સદીનું છે તે વાત હજી સુધી ઇતિહાસ મળ્યો નથી પરંતુ જોકે, મંદિર પ્રત્યે લોકોની આસ્થા દિવસે દિવસે વધતી જાય છે. સરકારી તંત્ર પાસેથી આ મંદિર માટે જોઈએ તેવો સહયોગ મળતો નથી ત્યારે દાતાશ્રીઓના સહયોગ થી મંદિરને વિકાસાવવામાં આવી રહ્યો છે. ખરેખર આ હનુમાનજી દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!