હાર્દિક પટેલે વિજય રૂપાણી ના રાજીનામા પાછળ નુ આ કારણ ગણાવ્યું
આપણે સૌ જાણીએ છીએ કે કાલે સૌથી મોટા સમાચાર આપણને મળ્યા હોય તો એ હતા કે ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી પદે થી રાજીનામું આપ્યુ હતુ. લોકો એ રાજીનામા પાછળ નુ મુખ્ય કારણ શુ હોય એ જાણવા આતુર હતા તો ઘણા લોકો એ પોત પોતાના મંતવ્યો પણ આપ્યા હતા કે શા માટે રાજીનામું આપવું પડયું હોય શકે.
ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના 15 મહીના પહેલા આ રીતે અચાનક રાજીનામુ આપતાની સાથે જ રાજકારણ ગરમાયુ હતુ. અને હવે નવા મુખ્ય મંત્રી કોણ બનશે તેની પણ અટકળો લાગી રહી છે ત્યારે આજે સવારે એટલે કે રવિવારે સવારે ચાર નામો ની ચર્ચા એ ખુબ જોર પકડયું છે જેમા મનસુખ માંડવીયા , નીતીન પટેલ, ગોરધન ઝડફીયા અને પુરૂષોતમ રૂપાલા છે.
ત્યારે સી.આર પાટીલે એક નીવેદન આપ્યુ હતુ. કે હુ સી.એમ ની રેસ મા નથી. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ માથી પણ અનેક નિવેદનો સામે આવ્યા હતા કે શા માટે વિજયભાઈ રૂપાણી એ રાજીનામું ધરી દિધુ છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે સોસિયલ મીડીયા એક નીવેદન આપ્યુ હતુ. કે
“ગુજરાતમાં મુખ્યમંત્રી ના રાજીનામા પાછળનું મુખ્ય કારણ !! ઓગસ્ટ મહિનામાં આરએસએસ અને ભાજપના ગુપ્ત સર્વેમાં ચોંકાવનાર આંકડા આવ્યા હતા. કોંગ્રેસને 43% વોટ સાથે 96-100 સીટ, ભાજપને 38% વોટ સાથે 80-84 સીટ, આપ પાર્ટીને 3% વોટ સાથે 0 સીટ, AIMIM પાર્ટીને 1% વોટ સાથે 0 સીટ અને અપક્ષ ને 15% વોટ સાથે 4 સીટ મળી રહી છે.”